<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 5th November 2026

કાર્તિક આર્યન-કબીર ખાનની ‘લડાકૂ' ૧૮ જુને થશે રીલીઝ

મુંબઇ તા. ૪: નેશનલ એવોર્ડ વિજેતા કાર્તિક આર્યન અને જાણીતા દિગ્‍દર્શક કબીર ખાનની સફળ જોડી અનન્‍યા બિરલાના બિરલા સ્‍ટુડિયોઝ સાથે મળીને એક હૃદયસ્‍પર્શી અને પ્રેરણાદાયી ફિલ્‍મ ‘લડાકૂ' લઈને આવી રહી છે. બિરલા સ્‍ટુડિયોઝે આજે આ ફિલ્‍મની દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની તારીખ ૧૮ જૂનના રીલીઝ થવાની છે. ‘લડાકૂ'નું નિર્માણ બિરલા સ્‍ટુડિયોઝ અને કબીર ખાન એન્‍ટરટેઇનમેન્‍ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્‍મ કાર્તિક આર્યન માટે નિર્માતા તરીકેની પહેલી ફિલ્‍મ પણ છે. આ માટે તેમણે ડોપામાઇન સ્‍ટુડિયોઝ સાથે હાથ મિલાવ્‍યો છે. ‘લડાકૂ' એક અસાધારણ સત્‍ય ઘટના પર આધારિત ફિલ્‍મ છે, જે મહત્‍વાકાંક્ષા, સંઘર્ષ, દૃઢ નિヘય અને આશાની પ્રરણાદાયી કહાની રજૂ કરે છે.

‘ચંદૂ ચેમ્‍પિયન' જેવી ખૂબ વખણાયેલી અને અનેક પુરસ્‍કારો મેળવનારી ફિલ્‍મ આપ્‍યા બાદ કાર્તિક આર્યન અને કબીર ખાનની જોડી ફરી એકવાર સાથે આવી રહી છે. આ જ કારણે ‘લડાકૂ' વર્ષ ૨૦૨૭ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્‍મોમાંની એક બની ગઈ છે. ‘બજરંગી ભાઈજાન' અને ‘૮૩' જેવી લોકપ્રિય અને દિલને સ્‍પર્શી જતી ફિલ્‍મો માટે જાણીતા કબીર ખાન ફરી એકવાર એવી કહાની લઈને આવી રહ્યા છે, જેમાં એક એવો નાયક છે, જે અનેક મુશ્‍કેલીઓ અને પડકારોનો સામનો કરીને પોતાના હિંમત અને મજબૂત ઇચ્‍છાશક્‍તિના બળ પર જીત મેળવે છે. ‘લડાકૂ' દ્વારા કબીર ખાન ફરી એકવાર ભાવનાત્‍મક, હૃદયસ્‍પર્શી અને આખા પરિવાર સાથે જોઈ શકાય તેવી મનોરંજક ફિલ્‍મ રજૂ કરવા જઈ રહ્યા છે. (

(4:17 PM IST)