<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Sunday, 25th October 2026

"અમે હિન્દુ છીએ, અમારે ત્યાં છૂટાછેડા શબ્દ જ નથી" - અફેર અને ડિવોર્સની અફવાઓ પર ગોવિંદાએ તોડ્યું મૌન, પત્ની સુનિતાને ગણાવી પહેલો પ્રેમ

સુનિતા આહુજાએ ડિસેમ્બર 2024માં બાંદ્રા કોર્ટમાં ડિવોર્સ અરજી કરી હતી, હવે પાછી ખેંચી લીધી: ગોવિંદાએ કહ્યું - કોઈ તેને ભડકાવી રહ્યું છે, અમારે ત્યાં બધી વ્યવસ્થા અંદર જ છે

મુંબઈ તા.25 : બોલિવૂડના સુપરસ્ટાર ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજાના છૂટાછેડાના સમાચારોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવ્યો છે. પત્નીના અફેરના આરોપો અને અલગ રહેવાની વાતો વચ્ચે હવે ગોવિંદાએ પોતે મૌન તોડીને મોટું નિવેદન આપ્યું છે.

 ઇન્ટરવ્યુમાં ગોવિંદાએ સ્પષ્ટ કહ્યું છે કે, સુનિતાએ છૂટાછેડાની અરજી પાછી ખેંચી લેવી જ પડશે. ગોવિંદાએ કહ્યું, _"વો લેના પડેગા ભી, કૈસે નહીં લેંગી?"_

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ નિર્ણય પ્રેમના કારણે લેવાયો છે કે દબાણના કારણે, ત્યારે ગોવિંદાએ પોતાની હિન્દુ સંસ્કૃતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું "નહીં-નહીં, હમ હિન્દુ આદમી હૈં ઔર હમારે યહાં તલાક શબ્દ નહીં હૈ. સભી વ્યવસ્થાયેં હમારે અંદર હૈં."

ગોવિંદાએ વધુમાં કહ્યું કે, તે જેવો છે તેવો જ રહેશે અને પોતાની જગ્યાએથી હટીને તે પોતાની શક્તિ પર સવાલ ઉઠાવવા માંગતો નથી. તેમણે સુનિતાને પોતાનો પહેલો પ્રેમ ગણાવી હતી અને સંકેત આપ્યો હતો કે કોઈ ત્રીજી વ્યક્તિ તેમના લગ્નજીવનમાં દખલ કરીને સુનિતાને ભડકાવી રહી છે.

હકીકતમાં સુનિતા આહુજાએ ડિસેમ્બર 2024 માં બાંદ્રા ફેમિલી કોર્ટમાં હિન્દુ મેરેજ એક્ટની કલમ 13(1) હેઠળ ગોવિંદા વિરુદ્ધ વ્યભિચાર, ક્રૂરતા અને ત્યાગનો આરોપ લગાવીને છૂટાછેડાની અરજી કરી હતી. સુનિતાએ આરોપ લગાવ્યો હતો કે ગોવિંદા 30 વર્ષીય મરાઠી અભિનેત્રી કોમલ રાની સાથે અફેરમાં છે. બંને ફિલ્મ 'રૂપા' માં સાથે કામ કરી રહ્યા છે.

જૂન 2025 થી સુનિતા કોર્ટ અને કાઉન્સેલિંગમાં હાજર રહેતી હતી, પરંતુ ગોવિંદા ગેરહાજર રહેતા તેમને શો-કોઝ નોટિસ પણ અપાઈ હતી. જો કે ઓગસ્ટ 2026 માં ગોવિંદાના મેનેજરે પુષ્ટિ કરી હતી કે સુનિતાએ અરજી પાછી ખેંચી લીધી છે.

38 વર્ષના લગ્નજીવન બાદ આવેલા આ વિવાદ વચ્ચે ગોવિંદાના આ નિવેદને હવે નવો વળાંક લાવ્યો છે.

(1:53 PM IST)