કરીના કપૂર અને શાહિદ કપૂર ગળે મળ્યાઃ ભૂલ્યા બ્રેક અપનું દર્દ
કરીનાએ બ્રેક અપનું દર્દ ભૂલીને શાહિદને ગળે પણ લગાવ્યોઃ હસી પડયા અને એકબીજા સાથે વાતચીત કરી હતી

મુંબઈ,તા.૨૩: IIFA (આઈફા) એવોર્ડ્સને લઈને સિનેચાહકોમાં એક વિશેષ ઉત્સાહ જોવા મળે છે. IIFA એવોર્ડ્સનો કાર્યક્રમ ૨૭ ઓક્ટોબરે અબુ ધાબીમાં શરૂ થવા જઈ રહ્યો છે. જોકે, આ આ એવોર્ડ્સ પૂર્વે મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં બોલિવૂડ, ટેલિવિઝન અને દક્ષિણ ભારતીય સિનેમાના જાણીતા કલાકારોએ હાજરી આપી હતી. જેમાં કરીના કપૂર અને તેમના એક્સ બોય ફ્રેન્ડ શાહિદ કપૂર આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. બંને એકબીજાને ગળે મળ્યા હતા.
જોકે, મુંબઈમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સલમાન ખાને સ્ટાઇલિશ અંદાજમાં પ્રવેશ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન કરીના કપૂર અને શાહિદ કપૂર પણ એકબીજાની સામે આવ્યા હતા. જેમાં કરીના બ્લેક આઉટફીટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે શાહિદ કપૂરે સફેદ સૂટ પહેર્યો હતો. જ્યારે તેઓ સામે ત્યારે બંને હસી પડ્યા અને એકબીજા સાથે વાતચીત કરી હતી.
તેની બાદ કરીનાએ બ્રેક અપનું દર્દ ભૂલીને શાહિદને ગળે પણ લગાવ્યો હતો. તેમને એકસાથે હસતા-ખિલખિલાટ કરતા જોઈને સ્પષ્ટ થાય છે કે તેઓ ભૂતકાળની કડવી યાદોને પાછળ છોડી ચૂક્યા છે. જેના પગલે એક ફેન્સે ટિપ્પણી કરી હતી કે, હું ભાવુક થઈ ગયો, જ્યારે બીજાએ આヘર્ય વ્યક્ત કર્યું કે, તેઓ આટલા ખુશ કેમ છે.
આ ઉપરાંત કેટલાક ફેન્સે તેમને સાથે જોઈને ખુશી વ્યક્ત કરી તો કેટલાકે કહ્યું કે તેમની વચ્ચેનો એ જાદુ હજુ પણ અકબંધ છે. ઘણા ફેન્સે હાર્ટની ઈમોજી પણ શેર કરી હતી જે ફિલ્મ 'જબ વી મેટ' અને તેમાંના તેમના પાત્રો 'ગીત' અને ‘આદિત્ય'ની યાદ અપાવે છે.
ઉલ્લેખનીય છે કે, શાહિદ કપૂર અને કરીના એક સમયે રિલેશનશિપમાં હતા. પરંતુ પાછળથી તેઓ અલગ થઈ ગયા હતા. હવે વર્ષો પછી તેમણે ભૂતકાળને પાછળ છોડીને એક નવી શરૂઆત કરી છે.
