<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 12th October 2026

અભિનેત્રી તમન્ના ભાટિયાએ ઘરે ભવ્ય 'માતા કી ચોકી'નું કર્યું આયોજન: મૃણાલ ઠાકુર સાથે ભક્તિમય સંગીતમાં ઝૂમતી જોવા મળી બોલિવૂડ સુંદરી!

શારદીય નવરાત્રિ નિમિત્તે પરિવાર અને ખાસ મિત્રો માટે યોજાયો આધ્યાત્મિક મેળાવડો: વૈષ્ણો દેવીની યાત્રાથી પ્રેરિત ભજનો પર અભિનેત્રીઓએ કર્યા ભાવવિભોર નૃત્યો

મુંબઈ : બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી તમન્ના ભાટિયાએ શારદીય નવરાત્રિ પર્વની ખૂબ જ દિવ્ય અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી છે. નવરાત્રિના પવિત્ર અવસર પર તમન્નાએ પોતાના નિવાસ્થાને પરિવાર અને નજીકના ખાસ મિત્રો માટે વિશેષ 'માતા કી ચોકી'નું ભવ્ય આયોજન કર્યું હતું. આ આધ્યાત્મિક અને ભક્તિમય સાંજમાં અભિનેત્રી મૃણાલ ઠાકુર પણ ખાસ ઉપસ્થિત રહી હતી. આ સમગ્ર આયોજન દરમિયાન ભક્તિમય સંગીત, આરતી અને દિલને સ્પર્શી જાય તેવી અનેક હૃદયસ્પર્શી ક્ષણો જોવા મળી હતી, જેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે.

 

આ ધાર્મિક અને ઉત્સવના પ્રસંગ માટે તમન્ના ભાટિયાએ એકદમ પરંપરાગત અને શોભાયમાન લુક અપનાવ્યો હતો. તેણે ક્લાસિક લાલ રંગની સાડી સાથે મેચિંગ લટકતા ઝુમકા અને ગળાનો સુંદર હાર પહેર્યો હતો. તેનો સાદો અને આકર્ષક મેકઅપ, ડ્યુઈ લુક તથા ખુલ્લા વાળે તેના દેખાવમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. જ્યારે આ સુંદર મેળાવડામાં સામેલ થયેલી અભિનેત્રી મૃણાલ ઠાકુર નારંગી રંગના આકર્ષક કુર્તામાં નજરે પડી હતી. બંને અભિનેત્રીઓએ માતાજીની ભક્તિમાં લીન થઈને ઉત્સવના માહોલને વધુ દીપાવ્યો હતો.

 

આ કાર્યક્રમમાં જાણીતી ગાયિકા પ્રીતિ ટંડન પઠાણિયાએ પોતાની સૂરમયી અવાજમાં 'માતા કી ચોકી' ની પ્રસ્તુતિ આપી હતી. તેમણે માતાજી સાથે જોડાયેલા ભજનો અને પૌરાણિક કથાઓ રજૂ કરીને ઉપસ્થિત તમામ ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમની આ સંગીતમય પ્રસ્તુતિએ જાણે શ્રોતાઓને પર્વતો અને વૈષ્ણો દેવીની પવિત્ર યાત્રાની પ્રેરણાદાયી સફર પર મોકલી દીધા હોય તેવો અદ્ભુત અનુભવ કરાવ્યો હતો.

 

સોશિયલ મીડિયા પર આ અનુભવ શેર કરતા તમન્નાએ ભાવનાત્મક નોટ પણ લખી હતી. તેણે જણાવ્યું હતું કે ભક્તિભાવપૂર્ણ ભજનો અને સંગીતે એક એવી ઊર્જા અને શાંતિનું વાતાવરણ સર્જ્યું હતું, જે સમયના બંધનથી પર હતું. પ્રાર્થના અને સમર્પણના તે પાંચ કલાકોએ સૌને અંતર્મુખ બનાવીને પોતાની જાત સાથે જોડવાનો અનોખો અવસર આપ્યો હતો. બોલિવૂડ સુંદરીઓની આ ભક્તિમય અંદાજવાળી ઉજવણીએ તેમના ચાહકોનું દિલ જીતી લીધું છે.

(7:12 PM IST)