માયાનગરી મુંબઈ છોડી પહાડોની ગોદમાં વસ્યા યામી ગૌતમ અને આદિત્ય ધર: હિમાચલમાં ખરીદ્યું 100 વર્ષ જૂનું હેરિટેજ હોમ
બોલિવૂડની ચકાચૌંધથી દૂર કુદરતના ખૂણે નવું સરનામું: હિમાચલ પ્રદેશના શાંત વાતાવરણમાં વિતાવશે ગુણવત્તાસભર સમય

મુંબઇ : બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી યામી ગૌતમ અને તેના પતિ તથા જાણીતા ફિલ્મ ડાયરેક્ટર આદિત્ય ધરે મુંબઈની ભાગદોડ અને ચકાચૌંધ ભરી જિંદગીથી દૂર એક મોટો નિર્ણય લીધો છે. આ આદર્શ કપલે હિમાચલ પ્રદેશની વાદીઓમાં પોતાનું નવું આશિયાનું બનાવ્યું છે. તેમણે હિમાચલમાં આશરે 100 વર્ષ જૂનું એક ઐતિહાસિક અને સુંદર 'હેરિટેજ હોમ' ખરીદ્યું છે, જ્યાં તેઓ કુદરતી વાતાવરણ વચ્ચે શાંતિપૂર્ણ જીવન વિતાવવા જઈ રહ્યા છે.
હિમાચલ પ્રદેશ સાથે પહેલેથી જ ખાસ લગાવ ધરાવતી યામી ગૌતમે આ હેરિટેજ હોમને પરંપરાગત શૈલી જળવાઈ રહે તે રીતે જાળવી રાખ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ધમાલ-મસ્તી અને પ્રદૂષણ મુક્ત વાતાવરણથી દૂર થઈને પહાડોની શાંતિમાં સમય વિતાવવાનો નિર્ણય ચાહકો માટે પણ આશ્ચર્યજનક અને પ્રેરણાદાયી બન્યો છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર સામે આવતા જ તેમના ફેન્સ કપલને આ નવા આશિયાના માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
