સંંજય લીલા ભણસાલીની 'લવ એન્ડ વોર'માંથી રણબીર કપૂરનો ફર્સ્ટ લૂક આઉટ: સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે રોમાંચ, ઇન્ટરનેટ પર રણબીરના ઈંજર્ડ લૂકે મચાવી તબાહી
"વો રુતબા, વો રૌબ, વો જુનૂન!": રક્તરંજિત ચહેરા અને કાર ચલાવતા રણબીર કપૂરના કાતિલ અને આક્રમક અવતારે અગનજ્વાળા ભડકાવી, ફિલ્મ જાન્યુઆરી ૨૦૨૭માં રિલીઝ થશે

મુંબઈ, તા.૨૪: બોલિવૂડના દિક્ગજ નિર્દેશક સંજય લીલા ભણસાલીની બહુચર્ચિત અને હાઈ-વોલ્ટેજ ડ્રામા ફિલ્મ 'લવ એન્ડ વોર' (Love & War) ને લઈને ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. મેકર્સે ફિલ્મમાંથી રણબીર કપૂરનો ધમાકેદાર અને રક્તરંજિત ફર્સ્ટ લૂક પોસ્ટર સ્વરૂપે રજૂ કર્યો છે, જેણે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ્સ પર ધૂમ મચાવી દીધી છે. આ પોસ્ટર સામે આવતા જ નેટીઝન્સ અને સિનેપ્રેમીઓ રણબીરના આ ક્યારેય ન જોયેલા અવતારને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.
રિલીઝ થયેલા ફર્સ્ટ લૂક પોસ્ટરમાં રણબીર કપૂર અત્યંત આક્રમક અને ગંભીર મૂડમાં જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં લોહીલુહાણ ચહેરો, હાથ પર વાગેલા ઘા અને ગાડીનું સ્ટીયરીંગ પકડીને સડસડાટ ગાડી દોડાવતો રણબીર કપૂર ફેન્સ માટે રુવાંડા ઊભા કરી દે તેવો છે. સંજય લીલા ભણસાલીની ભવ્ય નિર્દેશન શૈલી અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકના પરફેક્ટ કોમ્બિનેશને આ પોસ્ટરમાં ચાર ચાંદ લગાવી દીધા છે. મેકર્સે પોસ્ટર સાથે કેપ્શન લખ્યું છે - "વો રુતબા, વો રૌબ, વો જુનૂન!"
સંજય લીલા ભણસાલીની 'ગંગુબાઈ કાઠિયાવાડી' પછીની આ વિશાળ બજેટની ફિલ્મમાં રણબીર કપૂરની સાથે આલિયા ભટ્ટ અને વિકી કૌશલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ૨૧ જાન્યુઆરી ૨૦૨૭ના રોજ થિયેટરોમાં ધમાકો કરવા માટે સજ્જ છે. રણબીર કપૂરના આ ખતરનાક પોસ્ટરે 'લવ એન્ડ વોર' પ્રત્યે ચાહકોનો ઉત્સાહ અને રોમાંચ સાતમા આસમાને પહોંચાડી દીધો છે.
