<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 23rd September 2026

‘ધ પેરેડાઇઝ’ બોક્સ ઓફિસ પ્રિ-સેલ્સ: રિલીઝ પહેલા જ ₹૨૧ કરોડથી વધુની કમાણી, હૈદરાબાદમાં 'નાની'ની ફિલ્મનો જબરદસ્ત ક્રેઝ!

સાઉથ સુપરસ્ટાર 'નાની'ની એક્શન-થ્રિલર ફિલ્મ ૨૪ સપ્ટેમ્બરે આઠ ભાષાઓમાં રિલીઝ થશે; સેન્સર બોર્ડે આપ્યું 'A' સર્ટિફિકેટ, પહેલા જ દિવસે ₹૫૦ કરોડની વિશ્વવ્યાપી ઓપનિંગ મળવાની શક્યતા.

હૈદરાબાદ : સાઉથ સિનેમાના લોકપ્રિય નેચરલ સ્ટાર 'નાની'ની બહુપ્રતિક્ષિત એક્શન-થ્રિલર ફિલ્મ 'ધ પેરેડાઇઝ' સિનેમાઘરોમાં રિલીઝ થાય તે પહેલા જ બોક્સ ઓફિસ પર ધમાકો કરી રહી છે. ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ થિયેટરોમાં દસ્તક આપવા જઈ રહેલી આ ફિલ્મે આગોતરા ટિકિટ બુકિંગ (Advanced Booking) માં કરોડો રૂપિયાનો નફો રળી લીધો છે, જે દર્શાવે છે કે આ ફિલ્મ નાનીના કરિયરની સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ શકે છે.


શરૂઆતના દિવસોમાં જ ₹૧૮.૫૮ કરોડનું એડવાન્સ બુકિંગ
ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, 'ધ પેરેડાઇઝ' ફિલ્મે રિલીઝના પ્રથમ ચાર દિવસ માટે અત્યાર સુધીમાં કુલ ₹૧૮.૫૮ કરોડથી વધુનું એડવાન્સ બુકિંગ મેળવી લીધું છે. જેમાં એકલા રિલીઝના પહેલા દિવસે (૨૪ સપ્ટેમ્બર) માટે જ ₹૯.૮૬ કરોડની ટિકિટો વેચાઈ ચૂકી છે. ફિલ્મ માટે સૌથી વધુ ઉત્સાહ હૈદરાબાદમાં જોવા મળી રહ્યો છે, જ્યાંથી અત્યાર સુધીમાં ₹૪.૫૮ કરોડનું કલેક્શન થઈ ચૂક્યું છે. વિશ્વભરના પ્રી-સેલ્સ આંકડા ₹૨૧ કરોડથી ₹૩૦ કરોડ વચ્ચે પહોંચી ગયા છે.


ફિલ્મને મળ્યું 'A' સર્ટિફિકેટ: નાનીએ કહ્યું- 'આ ફિલ્મ બાળકો માટે નથી'
શ્રીકાંત ઓડેલાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને અતિશય હિંસા અને પાવરફુલ એક્શન સીન્સના કારણે સેન્સર બોર્ડ તરફથી 'A' (Adults Only) સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

આ અંગે સ્પષ્ટતા કરતા સુપરસ્ટાર નાનીએ જણાવ્યું હતું કે, "ફિલ્મમાં હિંસા માત્ર બતાવવા ખાતર ઉમેરવામાં નથી આવી, પરંતુ વાર્તાના ઊંડા ડ્રામા અને ઈમોશન્સની માંગ હતી. આ ફિલ્મ બાળકો માટે નથી." ઉલ્લેખનીય છે કે ૨ કલાક અને ૪૯ મિનિટનો રનટાઈમ ધરાવતી આ ફિલ્મમાં રાઘવ જુયાલ વિલનની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જ્યારે કાયડુ લોહર અને સોનાલી કુલકર્ણી પણ મહત્ત્વના પાત્ર ભજવી રહ્યા છે.


કરિયરની સૌથી મોટી રૂ. ૫૦ કરોડની ઓપનિંગની ધારણા
SLV સિનેમાઝ દ્વારા નિર્મિત આ ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ, બંગાળી, અંગ્રેજી અને સ્પેનિશ સહિત કુલ ૮ ભાષાઓમાં ગ્લોબલ સ્તરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મ વિશ્લેષકોના મતે જો આ જ સ્પીડ જળવાઈ રહેશે તો 'ધ પેરેડાઇઝ' પહેલા જ દિવસે દુનિયાભરમાંથી ₹૫૦ કરોડથી વધુનું ગ્રોસ કલેક્શન કરીને નાનીના કરિયરની સૌથી મોટી ઓપનિંગ આપનારી ફિલ્મ બની જશે.

(6:11 PM IST)