બોલિવૂડમાં નવી ચર્ચા: અભિનેત્રી કોંકણા સેન શર્માએ અમોલ પરાશરને ખાસ અંદાજમાં પાઠવ્યા જન્મદિનના અભિનંદન, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં ફેન્સે લગાડ્યા અટકળોના અંડાણ
કોંકણા અને અમોલના ક્યૂટ વીડિયોએ મચાવી ધમાલ, ફેન્સ માની રહ્યા છે કે આ તેમના સંબંધોની સત્તાવાર જાહેરાત છે!

મુંબઈ, તા.18: બોલિવૂડ ગલીઓમાં હાલમાં જો કોઈ સેલેબ્સની જોડી સૌથી વધુ ચર્ચામાં હોય, તો તે છે કોંકણા સેન શર્મા અને અમોલ પરાશર. થોડા સમયથી આ બંનેના સંબંધોને લઈને અનેક અફવાઓ ઉડી રહી છે, પરંતુ તાજેતરમાં કોંકણાએ અમોલના જન્મદિન નિમિત્તે સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો શેર કર્યો છે કે, જેનાથી ચાહકો અને સોશિયલ મીડિયા યૂઝર્સમાં ભારે ઉત્સુકતા ફેલાઈ ગઈ છે. ફેન્સ આ પોસ્ટને તેમની રિલેશનશિપની એક પ્રકારની 'ઓફિશિયલ અનાઉન્સમેન્ટ' માની રહ્યા છે.
વાયરલ થઈ રહેલા આ નવા વીડિયોમાં કોંકણા આગળ અને અમોલ પરાશર તેમની પાછળ ઊભેલા નજરે પડે છે. ઇન્સ્ટાગ્રામના એક ટ્રેન્ડ પર બનેલા આ રમુજી અને ક્યૂટ વીડિયોમાં કોંકણા અમોલને તેના બર્થડે પર શું કરવું છે તે પૂછતી દેખાય છે, જેના પર અમોલના મસ્તીભર્યા ચહેરાના હાવભાવ જોવા મળી રહ્યા છે. બંનેની આ ક્યૂટ કેમેસ્ટ્રી જોઈને ફેન્સ કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. અગાઉ અમોલ પરાશરે પોતાના સંબંધોની અફવાઓ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, "કોઈએ મને સીધું પૂછ્યું નથી અને લોકો જાતે જ અનુમાનો લગાવી રહ્યા છે. દરેક સંબંધને નામ આપવું જરૂરી નથી, ખુશી મહત્વની છે."
જોકે, અમોલના આ સ્પષ્ટતા ભર્યા નિવેદન છતાં, કોંકણા દ્વારા ખાસ બર્થડે વિશ કરતી આ પોસ્ટથી ચાહકોનો ઉત્સાહ બેવડાઈ ગયો છે. ફેન્સ એવું અનુમાન લગાવી રહ્યા છે કે કદાચ આ જોડી હવે પોતાના સંબંધોને દુનિયા સામે ખુલ્લેઆમ સ્વીકારી રહી છે. બોલિવૂડના આ ચર્ચિત કલાકારોના સંબંધોનું આ રહસ્ય આગામી દિવસોમાં શું નવો વળાંક લે છે, તે તો આવનાર સમય જ કહેશે!
