‘દ્રશ્યમ: ધ કન્ક્લુઝન’ના ટ્રેલર રિલીઝના જ દિવસે અક્ષય ખન્ના મુંબઈની શેરીઓમાં સ્પોટ થયો: ફેન્સ માટે બન્યો અદભુત સંયોગ!
લાઇમલાઇટથી દૂર રહેતા અભિનેતાને પાપારાઝીએ કેમેરામાં કેદ કર્યો; જયદીપ અહલાવતના નવા કેરેક્ટર અને અક્ષયની ફિલ્મમાંથી એક્ઝિટ બાદ ફેન્સ થયા ભાવુક

મુંબઈ, તા. ૦૯: બોલિવૂડમાં પોતાની આગવી એક્ટિંગ માટે જાણીતા અને કેમેરાની ચમકધમકથી હંમેશાં કાઉસો દૂર રહેતા અભિનેતા અક્ષય ખન્ના બુધવારે મુંબઈમાં અચાનક સ્પોટ થતાં બોલિવૂડ ગલિયારામાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. સામાન્ય રીતે કોઈ પણ બોલિવૂડ પાર્ટીઓ, સ્ક્રીનિંગ કે પબ્લિક ઈવેન્ટ્સમાં ન દેખાતા અક્ષય ખન્ના મુંબઈની એક રેસ્ટોરન્ટ બહારથી નીકળતી વખતે પાપારાઝીના કેમેરામાં આબેહૂબ કેદ થઈ ગયા હતા. તેમણે અત્યંત સાહજિકતાથી શટરબગ્સ માટે પોઝ પણ આપ્યા હતા. તેમની સાથે જાણીતા ફિલ્મ નિર્માતા અને એક્ટર રજત રવૈલ પણ જોવા મળતાં બંને કોઈ નવા પ્રોજેક્ટ માટે હાથ મિલાવી રહ્યા છે કે કેમ તે અંગે અટકળો તેજ થઈ છે.
‘દ્રશ્યમ: ધ કન્ક્લુઝન’ના ટ્રેલર સાથે અદભુત સંયોગ:
અક્ષય ખન્નાનું આ રીતે જાહેર સ્થળે દેખાવું એ જ દિવસે બન્યું જે દિવસે ચર્ચિત ફ્રેન્ચાઇઝીની આગામી ફિલ્મ ‘દ્રશ્યમ: ધ કન્ક્લુઝન’નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. ફેન્સ માટે આ એક ભારે રસપ્રદ સંયોગ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે ‘દ્રશ્યમ ૨’માં આઈજી આઈજી આઈજી તરીકે ધમાકેદાર પ્રદર્શન કરનાર અક્ષય ખન્ના આ ત્રીજા ભાગમાં પણ જોવા મળવાના હતા. પરંતુ, પ્રોડ્યુસર કુમાર મંગત પાઠકના જણાવ્યા મુજબ કેટલાક ક્રિએટિવ મતભેદોને કારણે અક્ષયે આ ફ્રેન્ચાઇઝી છોડી દીધી હતી.
જયદીપ અહલાવતની એન્ટ્રી છતાં ફેન્સે અક્ષયને યાદ કર્યો:
અક્ષયના ફિલ્મ છોડ્યા બાદ દમદાર એક્ટર જયદીપ અહલાવતને કડક પોલીસ ઓફિસરના રોલમાં સાઈન કરવામાં આવ્યો છે. જોકે નિર્માતાઓએ સ્પષ્ટ કર્યું છે કે જયદીપે અક્ષયના પાત્રની જગ્યા નથી લીધી પરંતુ એક નવું જ કેરેક્ટર લાવવામાં આવ્યું છે. ટ્રેલરમાં જયદીપ અહલાવતનો લુક અને એક્ટિંગ લોકોને ખૂબ પસંદ આવી રહી છે, છતાં સોશિયલ મીડિયા પર અનેક ચાહકો અક્ષય ખન્નાની ગેરહાજરીને લઈને ઈમોશનલ પોસ્ટ્સ શેર કરી રહ્યા છે.
‘મહાકાલી’ ફિલ્મમાં ‘શુક્રાચાર્ય’ તરીકે દેખાશે અક્ષયનો ધાકડ અવતાર:
અક્ષય ખન્ના હવે ‘હનુમાન’ ફેમ ફિલ્મમેકર પ્રશાંત વર્મા દ્વારા નિર્મિત અને પૂજા અપર્ણા કોલ્લુરુ નિર્દેશિત આગામી મોટો પ્રોજેક્ટ ‘મહાકાલી’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં જ ફિલ્મમાંથી શુક્રાચાર્ય તરીકેનો અક્ષયનો ફર્સ્ટ લુક અને ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેણે દર્શકોમાં ભારે ઉત્સુકતા જગાડી છે. આ ફિલ્મમાં શ્રીયા રેડ્ડી, ભૂમિ શેટ્ટી, રોહિત સરાફ અને ખુશ્બુ સુંદર જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે.
