કરીનાનો પારો ચઢયોઃ પાપારાઝીને પબ્લિકમાં ઝાટકી નાંખ્યા
નવી ફિલ્મ દાયરાનું ટ્રેલર લોંચ વખતે થયું એવું કે, કરીના પાપારાઝીથી નારાજ થઈ ગઈ

મુંબઈ તા.૧: કરીના કપૂરની આવનારી નવી ફિલ્મ 'દાયરા'નું ટ્રેલર લોંચ થઈ ગયું છે. ટ્રેલરમાંથી સ્પષ્ટ થાય છે કે, ફિલ્મમાં મહત્ત્વના બે કેસની તપાસ થઈ રહી છે. કરીના કપૂર એક પોલીસ ઓફિસરના રોલમાં છે. આ ફિલ્મમાં કરીના સાથે પૃથ્વીરાજ સ્ક્રિન શેર કરી રહ્યો છે. હવે આ બન્ને કેસ એક જ છે કે, જુદા જુદા એ ફિલ્મ રિલીઝ થયા બાદ ખ્યાલ આવશે. છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મની ફેન્સ રાહ જોઈને બેઠા હતા. આ ફિલ્મ સત્ય ઘટનાથી પ્રેરિત છે અને મેઘના ગુલઝારે તૈયાર કરી છે. ફિલ્મ પ્રમોશન દરમિયાન કરીનાના સ્ટાઈલીશ લૂકે ફેન્સનું ઘ્યાન ખેંચ્યું હતું. ટ્રેલર લોંચ વખતે થયું એવું કે, કરીના પાપારાઝીથી નારાજ થઈ ગઈ હતી. 'દાયરા'ના ટ્રેલર લોંચ વખતેનો એક વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કરીના ફિલ્મની ટીમ સાથે પાપારાઝી સામે પોઝ આપી રહી છે. અલગ-અલગ પોઝ માટે પાપારાઝી એમને વારંવાર આગળ પાછળ થવા માટે કહી રહ્યા છે. આ કારણે કરીનાને ગુસ્સો આવ્યો હતો.
