<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 31st August 2026

"હીલ્સ પહેરી છે, કોઈ રમત નથી!" ટ્રેલર લોન્ચમાં પાપારાઝીઓ પર ભડકી કરીના કપૂર ખાન; નેટીઝન્સે કરી જયા બચ્ચન સાથે સરખામણી

ક્યારેક ડાબે તો ક્યારેક જમણે ખસવાનું કહેતા પેપ્સ પર બેબોનો પારો ગરમ: ગર્ભાવસ્થાની અફવાઓ ફગાવ્યા બાદ કરીનાના આ અંદાજે સોશિયલ મીડિયા પર મચાવી સનસનાટી

મુંબઈ, તા.૩૧: બોલિવૂડની બેબો એટલે કે કરીના કપૂર ખાન પોતાના કડક મૂડ અને બિન્દાસ અંદાજ માટે જાણીતી છે. તાજેતરમાં તેની આગામી ફિલ્મ 'ડાયરા'ના ધમાકેદાર ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન કંઈક એવું બન્યું કે કરીનાનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. કેમેરા સામે પોઝ આપી રહેલી કરીનાને જ્યારે પાપારાઝીઓ વારંવાર પોતાની દિશા બદલવા માટે કહી રહ્યા હતા, ત્યારે તે સહન ન કરી શકી અને કેમેરા સામે જ પોતાનો ગુસ્સો ઠાલવી દીધો હતો.

 

"કભી ઇધર, કભી ઉધર..." કરીનાએ બતાવી હીલ્સ

ઈવેન્ટમાં પોતાની ટીમ સાથે પોઝ આપી રહેલી કરીનાને અલગ-અલગ એંગલ મેળવવા માટે ફોટોગ્રાફરો સતત 'ડાબે જુઓ, જમણે ખસો'ની સૂચનાઓ આપી રહ્યા હતા. વારંવારની આ રોકટોકથી કંટાળીને કરીનાએ પોતાના હાઈ હીલ્સ સેન્ડલ તરફ ઈશારો કરતા કડક અવાજે કહ્યું, "કભી ઇધર, કભી ઉધર... હીલ્સ પેહના હૈ!" કરીનાની આ તીખી પ્રતિક્રિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ફેન્સ અને નેટીઝન્સમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

 

નેટીઝન્સે કહ્યું: "બીજી જયા બચ્ચન લોડ થઈ રહી છે!"

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. પાપારાઝીઓ પર અવારનવાર ગુસ્સે થવા માટે જાણીતા પીઢ અભિનેત્રી જયા બચ્ચન સાથે લોકો કરીનાની સરખામણી કરવા લાગ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું, "જયા બચ્ચનની બહેન આવી ગઈ," તો બીજા એક યુઝરે મજાક ઉડાવતા લખ્યું, "બીજી જયા બચ્ચન લોડ થઈ રહી છે." જ્યારે કેટલાક લોકોએ તેને વધતી ઉંમરનો પ્રભાવ ગણાવ્યો હતો.

 

પ્રેગ્નન્સીની અફવાઓ અને પિઝા ઈમોજીનો રમુજી જવાબ

ઉલ્લેખનીય છે કે, કરીના તાજેતરમાં જિમ બહારના એક વાયરલ વીડિયોને કારણે પણ ચર્ચામાં આવી હતી, જ્યાં તેનો 'બેબી બમ્પ' દેખાતો હોવાનો દાવો કરીને નેટીઝન્સે તેની પ્રેગ્નન્સીની અફવાઓ ઉડાવી હતી. જોકે, કરીનાની ટીમે અને તેની ભાભી સબા પટૌડીએ આ અફવાઓને કેમેરા એંગલની ભૂલ ગણાવીને ફગાવી દીધી હતી. બાદમાં કરીનાએ પણ પોતાના પેટના ફૂલાવાને પિઝા અને ફૂડ સાથે સરખાવીને રમુજી અંદાજમાં અફવાઓનો અંત આણ્યો હતો અને પેપ્સને મજાકમાં કહ્યું હતું, "તમે લોકો મને પાગલ કરી દેશો!"

(5:41 PM IST)