<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 27th August 2026

મુંબઈ: જ્યારે ફિલ્મના સેટ પર અમિતાભ બચ્ચને ખુદ દિગ્દર્શકને જ બહારનો રસ્તો દેખાડી દીધો હતો! જાણો શું હતી આ રમુજી અને રસપ્રદ ઘટના

સિનેમા જગતના 'એંગ્રી યંગ મેન' અમિતાભ બચ્ચને પોતાની જ ફિલ્મ 'નમક હલાલ'ના શૂટિંગ દરમિયાન એક અનોખી ઘટનામાં દિગ્દર્શક પ્રકાશ મેહરાને સેટની બહાર મોકલી દીધા હતા.

મુંબઈ : બોલિવૂડની ફિલ્મો જેટલી પડદા પર મનોરંજક હોય છે, તેનાથી ક્યાંય વધુ કિસ્સાઓ તેના શૂટિંગ સેટ પર બનતા હોય છે. ઘણીવાર ફિલ્મના સેટ પર એવા રમુજી બનાવો બને છે જે કાયમ માટે યાદગાર બની જાય છે. આવો જ એક કિસ્સો મહાનાયક અમિતાભ બચ્ચન અને સુપ્રસિદ્ધ દિગ્દર્શક પ્રકાશ મેહરા સાથે જોડાયેલો છે, જેના વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે.

 

વાત જાણે એમ છે કે, ક્લાસિક કોમેડી ફિલ્મ 'નમક હલાલ'નું શૂટિંગ ચાલી રહ્યો હતો. આ ફિલ્મનું એક પ્રખ્યાત દ્રશ્ય અને તેનો ડાયલોગ આજે પણ દર્શકોના હોઠ પર રમે છે: "આઈ કેન ટોક ઇંગ્લિશ, આઈ કેન વોક ઇંગ્લિશ... બીકોઝ ઇંગ્લિશ ઇઝ અ વેરી ફની લેંગ્વેજ." અમિતાભ બચ્ચન પોતાના ખાસ અંદાજમાં આ ડાયલોગ બોલી રહ્યા હતા અને તેમની એક્ટિંગ એટલી સ્વાભાવિક અને મસ્તીભરી હતી કે, સેટ પર હાજર દિગ્દર્શક પ્રકાશ મેહરા પોતાનું હસવું રોકી શકતા ન હતા.

 

જ્યારે પણ બિગ બી આ શોટ આપવા માટે તૈયાર થાય, ત્યારે ડાયરેક્ટર હસવા લાગતા હતા. શોટ વારંવાર બગડી રહ્યો હતો અને મોડું પણ થઈ રહ્યું હતું. પરિસ્થિતિને સમજીને અમિતાભ બચ્ચનને લાગ્યું કે જો સેટ પર આવું જ હસવાનું ચાલુ રહેશે તો તેઓ પોતાનું ધ્યાન કેન્દ્રિત નહીં કરી શકે. એક પરફેક્ટ શોટ આપવા માટે બિગ બીએ ખૂબ જ વિનમ્રતાપૂર્વક અને હસીને દિગ્દર્શક પ્રકાશ મેહરાને જ સેટની બહાર થોડીવાર માટે જતા રહેવા કહ્યું હતું.

 

ખાસ વાત એ હતી કે પ્રકાશ મેહરાએ પણ કોઈ જ પ્રકારનો અગોગો કે નારાજગી રાખ્યા વિના અમિતાભની આ વાત હસતા-હસતા સ્વીકારી લીધી હતી અને પોતે સેટ છોડીને બહાર જતા રહ્યા હતા. ત્યારબાદ જ્યારે તે સીન શૂટ થયો અને પડદા પર આવ્યો, ત્યારે તે સુપરહિટ સાબિત થયો અને ખુદ પ્રકાશે પણ અમિતાભના અભિનયના ખુલ્લા દિલથી વખાણ કર્યા હતા.

 

આ ફિલ્મના નિર્માણ સાથે જોડાયેલી બીજી પણ ઘણી રસપ્રદ વાતો છે. તે સમયે ફિલ્મ માટે કોઈ અગ્રણી અભિનેત્રી (લીડ એક્ટ્રેસ) મળી રહી ન હતી. અમિતાભ બચ્ચન તે દિવસોમાં રેખા સાથે કામ કરવાનું ટાળતા હતા, જ્યારે પરવીન બાબી બીમાર હતા અને નીતુ સિંહ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય ન હતા. તે વખતે ખુદ અમિતાભ બચ્ચને જ દિગ્દર્શક પ્રકાશ મેહરાને સ્મિતા પાટીલનું નામ સજેસ્ટ કર્યું હતું. આ ફિલ્મમાં શશિ કપૂર અને અમિતાભ બચ્ચનની જોડી પણ જોવા મળી હતી, જે સહ-કલાકાર તરીકે તેમની છેલ્લી ફિલ્મ સાબિત થઈ હતી.

(7:54 PM IST)