<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 24th August 2026

રક્ષાબંધન સપ્તાહમાં OTT પર સસ્પેન્સ, ડ્રામા અને મનોરંજનનો ધમાકો

ઓગસ્ટના અંતિમ અઠવાડિયે થ્રિલર, કોમેડી અને બાયોપિક્સની થશે વણઝાર : દર્શકો માટે રજાઓની મજા બેગણી બનશે

અમદાવાદ  :  ઓગસ્ટ મહિનાનો છેલ્લો સપ્તાહ અને રક્ષાબંધનનો તહેવાર સાથે આવી પહોંચ્યા છે, ત્યારે OTT પ્લેટફોર્મ્સ દર્શકો માટે મનોરંજનનો મોટો ખજાનો લઈને આવ્યા છે. 25 ઓગસ્ટથી લઈને 29 ઓગસ્ટ દરમિયાન બોલિવૂડ અને સાઉથ સિનેમાથી લઈને હોલીવુડ સુધીની ઘણી બહુપ્રતિક્ષિત ફિલ્મો અને વેબ સિરીઝ ડિજિટલ પ્લેટફોર્મ પર દસ્તક આપવા માટે તૈયાર છે. થ્રિલર, ફેમિલી ડ્રામા, કોમેડી અને એનિમેશનના રસિયાઓ માટે આ અઠવાડિયું ખૂબ જ રોમાંચક રહેવાનું છે.

સપ્તાહની શરૂઆતમાં મલયાલમની સસ્પેન્સ થ્રિલર 'આઇ, નોબડી' (જિયો હોટસ્ટાર) અને કોરિયન ડ્રામા 'માય બોયફ્રેન્ડ, માય બોસ' (પ્રાઇમ વિડિયો) રિલીઝ થઈ રહ્યા છે. ત્યારબાદ 28 ઓગસ્ટે સિનેમાપ્રેમીઓ માટે સૌથી મોટો ધમાકો થશે, જેમાં અનુરાગ કશ્યપની ક્રાઈમ થ્રિલર 'બંદર' (ZEE5) સ્ટ્રીમ થશે, જેમાં બોબી દેઓલ અને સાન્યા મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત નિમિષા સજયન અને બરુણ સોબતીની 'બબીતા સિંહ રિપોર્ટિંગ' (પ્રાઇમ વિડિયો), નીના ગુપ્તા અને સુમિત વ્યાસની ફેમિલી ડ્રામા 'ચુમ્બક' (નેટફ્લિક્સ) તેમજ હોલીવુડ થ્રિલર 'ધ વ્હિસ્પર મેન' પણ આ જ દિવસે રિલીઝ થઈ રહી છે.

અઠવાડિયાના અંતે એટલે કે 29 ઓગસ્ટે પોપ કિંગ માઇકલ જેક્સનના જીવન પર આધારિત બહુચર્ચિત બાયોપિક 'માઇકલ' જિયો હોટસ્ટાર પર હિન્દી અને અંગ્રેજીમાં સ્ટ્રીમ થશે. આ સાથે જ બાળકો માટે 'જંગલ ટેલ્સ વિથ મોગલી' અને સાયન્સ-ફિક્શન પ્રેમીઓ માટે એપલ ટીવી+ પર 'ડાર્ક મેટર સીઝન 2' પણ ઉપલબ્ધ રહેશે. તહેવારના આ માહોલમાં દરેક વયજૂથના દર્શકો માટે OTT પર મનોરંજનનો ભરપૂર મસાલો તૈયાર છે.

(10:38 PM IST)