<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 24th August 2026

કૃતિ સેનોનની રક્ષા બંધનની જાહેરાત પર ભડકી સુઝાન બર્નર્ટ: ‘સશક્તિકરણના નામે ઓછા કપડાં પહેરવા એ મહિલાઓનો અનાદર’

તહેવારની ગરિમા અને શ્વાનને રાખડી બાંધવાના પ્રયોગ પર સોશિયલ મીડિયામાં વિવાદ; યુવા પેઢી પર ખોટી અસર પડવાની સુઝાને વ્યક્ત કરી ચિંતા

 

મુંબઈ, તા.24: જ્વેલરી બ્રાન્ડ 'ગીવા' (Giva) માટે બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનોન દ્વારા કરવામાં આવેલી રક્ષા બંધનની નવીનતમ જાહેરાત સોશિયલ મીડિયા પર તીવ્ર વિવાદનું કેન્દ્ર બની છે. ભારતીય પરંપરાગત તહેવારની પ્રસ્તુતિ અને સ્ટાઇલિંગને લઈને ઈન્ટરનેટ પર ચર્ચા જામી છે, જેમાં હવે જાણીતી અભિનેત્રી સુઝાન બર્નર્ટે પણ ઝંપલાવીને આ જાહેરાતની આકરા શબ્દોમાં ટીકા કરી છે.

 

આ વિવાદાસ્પદ જાહેરાતમાં કૃતિ સેનોન ઓફ-વ્હાઇટ બ્રેલેટ-સ્ટાઇલ બ્લાઉઝ, કેપ અને સ્કર્ટ જેવા આધુનિક પોશાકમાં જોવા મળે છે. જર્મનીમાં જન્મેલી અને ભારતીય સિનેમામાં કામ કરતી સુઝાન બર્નર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, "મારી ઉદારવાદી માનસિકતા હોવા છતાં આ શૂટ મને અયોગ્ય લાગ્યું. રક્ષા બંધન એ ઊંડા અર્થ ધરાવતો પવિત્ર તહેવાર છે, તેને 'ચાલો પાર્ટી કરીએ' જેવા ગ્લેમરસ લુકમાં ફેરવી દેવાયો છે."

 

એક યુઝરની કમેન્ટનો જવાબ આપતાં સુઝાને સ્પષ્ટ કહ્યું કે, "સશક્તિકરણ (Empowerment) ના નામે ઓછા કપડાં પહેરવા એ મહિલાઓ સાથે કરવામાં આવેલો સૌથી મોટો અનાદર છે. આ માત્ર વ્યક્તિગત પોશાકનો મુદ્દો નથી પણ એક જાહેરાત છે જે દેશના યુવાનોને પ્રભાવિત કરે છે."

 

પોશાકની સાથે સાથે જાહેરાતમાં દર્શાવાયેલા એક દ્રશ્ય પર પણ લોકોએ વાંધો ઉઠાવ્યો છે, જેમાં કૃતિ એક શ્વાન (ડોગ) પર ભસતી વખતે તેને રાખડી બાંધતી જોવા મળે છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે બ્રાન્ડ પર ભારતીય તહેવારના માહત્મ્યને હલકું કરવાનો આરોપ લગાવ્યો છે. અત્યાર સુધી કૃતિ સેનોન કે બ્રાન્ડ તરફથી આ વિવાદ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

(4:47 PM IST)