સાઉથ સુપરસ્ટાર નાની અને ખલનાાયક તરીકે જોવા મળતા રાઘવ જુયાલની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ધ પેરેડાઇઝ'નું ધમાકેદાર ટીઝર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર મચી ગયો ભારે ઉત્સાહ: ચાહકોએ ફિલ્મ ગણાવી બ્લોકબસ્ટર!
સામંતશાહી સામેના વિરોધ અને એક્શનથી ભરપૂર દ્રશ્યોએ જગાવી ભારે ચર્ચા; આગામી ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ થિયેટરોમાં ધમાકો કરવા માટે તૈયાર છે આ પાવરપેક્ડ ફિલ્મ.

હૈદરાબાદ : સાઉથના જાણીતા અભિનેતા નાની અને પ્રભાવશાળી અભિનેતા રાઘવ જુયાલની આગામી ફિલ્મ 'ધ પેરેડાઇઝ'નું ટીઝર સામે આવતા જ ઇન્ટરનેટ પર ચાહકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સામંતશાહી સામેની લડાઈની પૃષ્ઠભૂમિ પર બનેલી આ એક્શનથી ભરપૂર ઝલકે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. નાનીના ઉગ્ર અને દમદાર અવતારની સાથે-સાથે ખલનાાયક વિક્રમ મલિકની ભૂમિકામાં નજરે પડતા રાઘવ જુયાલના લુકે પણ બધાનું ધ્યાન ખેંચ્યું છે. સોનાના આભૂષણો અને લોહીના છાંટાથી ઢંકાયેલા તેમના તીવ્ર દેખાવને નેટીઝન્સે "શુદ્ધ અરાજકતા" અને "બ્લોકબસ્ટર" ગણાવ્યો છે.
ટીઝરની શરૂઆત એક પાવરફુલ વૉઇસઓવર સાથે થાય છે, જેમાં નાનીની દમદાર એન્ટ્રી અને તેમના દ્વારા કરવામાં આવેલા હાઈ-ઓક્ટેન એક્શન સ્ટન્ટ્સ દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં મોહન બાબુ મુખ્ય વિરોધીની ભૂમિકામાં નજરે પડશે, જ્યારે કયાદુ લોહાર અને સોનાલી કુલકર્ણી પણ મહત્વની ભૂમિકામાં છે. શ્રીકાંત ઓડેલા દ્વારા લિખિત અને દિગ્દર્શિત તથા અનિરુદ્ધ રવિચંદરના સંગીતથી સજ્જ આ ફિલ્મ આગામી ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
