<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 6th August 2026

'ધર્મેન્દ્ર સરના અવસાનના ગણતરીના દિવસોમાં સની સર સેટ પર આવી ગયા હતા': સંજીદા શેખે સની દેઓલની પ્રોફેશનલિઝમના કર્યા મુક્તકંઠે વખાણ!

'ઇક્કા' ફિલ્મના શૂટિંગ દરમિયાન કૌટુંબિક આઘાત છતાં કામ પ્રત્યેની સમર્પણ ભાવના જોઈને દંગ રહી ગઈ સંજીદા; બોલિવૂડ એક્ટ્રેસે શેર કર્યા શૂટિંગના દિવસોના અનુભવો.

મુંબઈ: તા.૦૬: અભિનેત્રી સંજીદા શેખ માટે વર્ષ ૨૦૨૬ ખૂબ જ સફળ અને યાદગાર રહ્યું છે. બોક્સ ઓફિસ પર હિટ નીવડેલી 'ધમાલ ૪' બાદ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ 'ઇક્કા'માં પોતાના ગ્રે શshade ધરાવતા પાત્રથી તેણે દર્શકોના દિલ જીતી લીધા છે. તાજેતરમાં આપેલા એક સ્પેશિયલ ઈન્ટરવ્યુમાં સંજીદાએ ફિલ્મ 'ઇક્કા'ના કો-સ્ટાર સની દેઓલની કામ પ્રત્યેની અદ્ભુત વ્યાવસાયિકતા (પ્રોફેશનલિઝમ) અને શિસ્તની ભારે પ્રશંસા કરી છે.

સંજીદાએ ખુલાસો કર્યો હતો કે શૂટિંગ દરમિયાન સની દેઓલના પિતા અને હિન્દી સિનેમાના દંતકથા સમાન અભિનેતા ધર્મેન્દ્રનું અવસાન થયું હતું. પરિવારમાં આટલો મોટો આઘાત લાગ્યો હોવા છતાં, સની દેઓલ ગણતરીના દિવસોમાં જ શૂટિંગના સેટ પર પાછા ફરી ગયા હતા અને પોતાના કામમાં મગ્ન થઈ ગયા હતા.


'તેઓ ઈચ્છતા તો ૧૦ દિવસનું શૂટિંગ રોકી શકતા હતા'
સંજીદા શેખે સની દેઓલના આ સમર્પણ અંગે વાત કરતા જણાવ્યું કે, "સની સરનું સ્ટેટસ એવું છે કે તેઓ ઈચ્છત તો કહી શકતા હતા કે ૧૦ દિવસ કે અઠવાડિયા માટે શૂટિંગ બંધ રાખો, મારું મન નથી. પરંતુ તેમણે એવું બિલકુલ ન કર્યું. તેઓ સેટ પર આવતા, પોતાનું કામ પૂરું કરતા અને શાંતિથી નીકળી જતા. તેમની આ વ્યાવસાયિકતામાંથી નવોદિત કલાકારોએ ઘણું શીખવા જેવું છે."


ફિલ્મ 'ઇક્કા' અને સંજીદાની ભૂમિકા
સંજીદા શેખે પોતાના પાત્રોની પસંદગી અંગે જણાવ્યું કે તે હંમેશા પોતાના 'કમ્ફર્ટ ઝોન'માંથી બહાર નીકળીને અલગ અને પડકારજનક ભૂમિકાઓ ભજવવાનું પસંદ કરે છે. સિદ્ધાર્થ પી. મલ્હોત્રાના નિર્દેશનમાં બનેલી કોર્ટરૂમ ડ્રામા થ્રિલર ફિલ્મ 'ઇક્કા'માં સંજીદાએ અક્ષય ખન્નાના પાત્રની પત્નીનો ગ્રે શેડ ધરાવતો રોલ ભજવ્યો છે. આ ફિલ્મમાં સની દેઓલ એક બુદ્ધિશાળી વકીલના પાત્રમાં જોવા મળે છે, જ્યારે દિયા મિર્ઝા અને તિલોત્તમા સેન પણ મહત્વની ભૂમિકાઓમાં છે.

(4:06 PM IST)