કૌન બનેગા કરોડપતિની નવી સીઝનનું શૂટિંગ શરૂ કરતાં પહેલાં અમિતાભ બચ્ચને માન્યો ચાહકોનો આભાર

મુંબઇ તા.૫: ૮૩ વર્ષના અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ'ની નવી ૧૮મી સીઝનનું શૂટિંગ શરૂ કર્યું છે. અમિતાભ બીજી ઓગસ્ટને પોતાના જીવનનો ‘પુનર્જન્મ દિવસ' માને છે. અમિતાભે હવે ‘કૌન બનેગા કરોડપતિ'ની નવી સીઝનનું શૂટિગ શરૂ કર્યું છે અને એ પહેલાં બીજી ઑગસ્ટે જ તેમણે પોતાના બ્લોગ પર ઇમોશનલ નોંધ લખીને વર્ષોથી મળતાં પ્રેમ, પ્રાર્થનાઓ અને અવિરત સમર્થન બદલ ચાહકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. પોતાના બ્લોગમાં અમિતાભે લખ્યું હતું કે ‘‘કૌન બનેગા કરોડપતિ'ના પ્રથમ દિવસના શૂટિંગનો સમય આવી ગયો છે. તેથી હું આપ સૌના આશીર્વાદ અને સ્નેહ સાથે વધુ એક પડકારનો સામનો કરવા જઈ રહ્યો છું. ફોન અને અન્ય માધ્યમોથી મળેલા આપ સૌના પ્રેમભર્યા શબ્દો માટે હું નમ્રતાપૂર્વક આભારી છું. દરેકને વ્યક્તિગત રીતે જવાબ આપવો મુશ્કેલ છે, તેથી અહીં સૌનો એકસાથે આભાર વ્યક્ત કરું છું. આપના સ્નેહની કોઈ સીમા નથી
