<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 3rd August 2026

સાઈ પલ્‍લવીએ રામાયણ માટે ૧૨ કરોડ રૂપિયા ફી લીધી

સાઈ પલ્‍લવીને આ પહેલાં તેમની ફિલ્‍મો માટે સામાન્‍ય રીતે ૨.૫ કરોડથી ૩ કરોડ રૂપિયા મળતા હતા

મુંબઈ,તા.૩: નિતેશ તિવારીની રામાયણમાં બોલિવૂડ અને સાઉથનાં સિતારાઓની ફોજ જોવા મળી રહી છે. મેકર્સે આ પેન ઇન્‍ડિયા ફિલ્‍મમાં સાઉથ અને બોલિવૂડ સ્‍ટાર્સનાં અનેક સેલેબ્‍સને કાસ્‍ટ કર્યાં છે. રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્‍લવી માતા સીતા, યશ રાવણ અને રવિ દુબે લક્ષ્મણનાં રોલમાં જોવા મળે છે.

૩૦ જુલાઈનાં રોજ રામાયણનું ટ્રેલર લોન્‍ચ થયુ હતું, જેમાં સાઈ પલ્‍લવીની માતા સીતા અને રણબીર કપૂરની રામની ઝલક જોવા મળી છે. આ રોલમાં સાઈ પલ્‍લવીને દર્શકોની મિક્‍સ પ્રતિક્રિયા મળી છે. નિતેશ તિવારીની રામાયણ માટે સાઈ પલ્‍લવીને હાઈએસ્‍ટ ફી મળી છે.

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર સાઈ પલ્‍લવીએ રામાયણ માટે ૧૨ કરોડ રૂપિયા ફી લીધી છે. આ તેમનાં કરિયરની અત્‍યાર સુધીની હાઈએસ્‍ટ ફી છે. સાઈ પલ્‍લવીને આ પહેલાં તેમની ફિલ્‍મો માટે સામાન્‍ય રીતે ૨.૫ કરોડથી ૩ કરોડ રૂપિયા મળતા હતા.

માનવામાં આવે છે કે થંડેલ માટે લગભગ ૫ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા, જે તેમની અત્‍યાર સુધીની હાઈએસ્‍ટ ફી હતી. હવે રામાયણને તેમનાં કરિયર માટે મોટો બ્રેક માનવામાં આવી રહ્યો છે.

સાઈ પલ્‍લવી માત્ર તેનાં શાનદાર અભિનય માટે જ નહીં પરંતુ તેની જોરદાર પર્સનાલિટી માટે જાણીતી છે. રિપોર્ટ્‍સ અનુસાર સાઈ પલ્‍લવીએ કરોડોની એડ ફિલ્‍મની ઓફર પણ ઠુકરાવી દીધી હતી.એક્‍ટ્રેસને ફેયરનેસ ક્રીમની એડ ઓફર કરવામાં આવી હતી, જેનાં માટે કરોડો રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. જો કે એક્‍ટ્રેસનું કહેવુ હતું કે જે વસ્‍તુનો તે પોતે ઉપયોગ નથી કરતી તે દર્શકોને વેચી શકતી નથી.

(9:54 AM IST)