ટીવી એકટ્રેસ અદિતી શર્મા દ્વારા પતિ-સાસરિયા સામે ઘરેલું હિંસાની ફરિયાદ
એક્ટિંગ તાલીમ બાદ પ્રેમ થયો, થોડા સમય લિવ ઈનમાં રહી હતી : લગ્નના થોડા જ દિવસોમાં પતિનું વર્તન બદલાયું: ચારિત્ર્ય પર આક્ષેપો, દાગીનાં પડાવી લીધાં, સાસુ તથા નણંદે પણ ત્રાસ ગુજાર્યો

મુંબઈ,તા.૩: ટીવી અને ફિલ્મ અભિનેત્રી અદિતી શમાએ મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પતિ, સાસુ અને નણંદ સામે ઘરેલુ હિસાના ગંભીર આરોપો લગાવ્યા છે. તેની ફોરવાદમાં તેણે શારીરિક અને માનસિક ત્રાસ, હુમલો, મૌખિક દુર્વ્યવહાર, તેના ચારિત્ર્ય પર સવાલ ઉઠાવવા અને લગ્નના દાગીના અને ધનનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આ મામલે કૈસ નોંધીને તપાસ શરૂ કરી છે.
૩૧ જુલાઈના રોજ અદિતી શર્માની ફરિયાદ પર તેમના પતિ અભિનિત વિદ્યાનંદ કૌશિક, સાસુ ઉર્મિલા કૌશિક (૬૫) અને ભાભી કીર્તિ કૌશિક (૨૯) વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. અદિતીએ પોલીસને આપેલી માહિતી મુજબ, જૂન ૨૦૨૧ માં ઓનલાઈન અભિનય તાલીમ વર્ગ દરમિયાન તે અભિનિત કૌશિકને મળી હતી. ત્યારબાદ બંનેની સારી મિત્રતા
બંધાઈ હતી. પછીથી તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. લગ્ન પહેલા, બંને સપ્ટેમ્બર ૨૦૨૪ માં ગોરેગાંવ પヘમિમાં એક ફલેટમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા, ત્યારબાદ બંનેએ ૧૨ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ લગ્ન કરી લીધા હતા. 'એપોલીના, સપનૌં કી ઊંચી ઉડાન, રબ સે હૈ દુવા તથા કલીરેં '' સહિતની સિરિયલોની અભિનેત્રી અદિતીએ કહ્યું છે કે લગ્નના માત્ર બે થી ત્રણ દિવસમાં જ તેના પતિના વર્તનમાં મોટો ફેરફાર આવી ગયો હતો. તેના પર સતત માનસિક દબાણ લાવવા લાગ્યો. તેણે તેની સાસુ વિરુદ્ધ એવો આરોપ કયો હતો કે લગ્નના દાગીના જેમાં સોનાની ચેન, અંગૂઠી, હીરાની અંગૂઠી, મંગળસૂત્ર, બંગડી આદિ પોતાની પાસે રાખી લીધા હતા અને માગણી કરવા છતાં તે પાછા આપ્યા નહોતા.
