<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 1st August 2026

નિતેશ તિવારીની 'રામાયણ'ના ટ્રેલરમાં મોટો ધડાકો: સીતા બનેલી સાઈ પલ્લવી કરતાં પણ પાછળ ઊભેલી કલાકારે લાઈમલાઈટ ચોરી, લોકો બોલ્યા- "આને બનાવવાની હતી સીતા!"

આસામી અભિનેત્રી સુરભિ દાસની એક ક્ષણિક ઝલકે સોશિયલ મીડિયા પર મચાવી તબાહી; શ્રુતકીર્તિના રોલમાં દેખાયેલી સુંદરીએ આખી ફ્રેમ પર જમાવ્યો કબજો, કાસ્ટિંગ ડિરેક્ટર પર ઉઠ્યા સવાલો

મુંબઈ : નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી બોલિવૂડની અત્યંત બહુપ્રતિક્ષિત અને મેગા બજેટ ફિલ્મ 'રામાયણ'નું ટ્રેલર રિલીઝ થતાં જ સમગ્ર સિનેમા જગત અને સોશિયલ મીડિયા પર ધમાકો મચી ગયો છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ અને વિઝ્યુઅલ ઈફેક્ટ્સની ચર્ચા વચ્ચે એક ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. ટ્રેલરમાં માતા સીતાનું પાત્ર ભજવી રહેલી દક્ષિણ ભારતીય અભિનેત્રી સાઈ પલ્લવી કરતાં પણ તેની પાછળ ઊભેલી એક સહ-અભિનેત્રીએ માત્ર એક જ ક્ષણિક ઝલકથી નેટીઝન્સ અને દર્શકોનું ધ્યાન ખેંચીને રાતોરાત લાઈમલાઈટ ચોરી લીધી છે.

સાઈ પલ્લવીના લુક સામે મિશ્ર પ્રતિસાદ, પાછળ ઊભેલી અભિનેત્રી વાયરલ

ટ્રેલરમાં જ્યારે માતા સીતાની ગ્રાન્ડ એન્ટ્રી દર્શાવવામાં આવે છે, ત્યારે સાઈ પલ્લવીની સાથે અન્ય બે કલાકારો પણ ઊભેલા જોવા મળે છે. સાઈ પલ્લવીના સંવાદો, સાદગી અને હાવભાવ અંગે દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ, સાઈ પલ્લવીની ડાબી બાજુ ઊભેલી આસામી સુંદરીએ ઈન્ટરનેટ પર તોફાન મચાવી દીધું છે. તેની અદભુત સુંદરતા અને તીવ્ર સ્ક્રીન પ્રેઝન્સ જોઈને લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે સાઈ પલ્લવી કરતાં આ અભિનેત્રી સીતા માતાના રોલ માટે વધુ શ્રેષ્ઠ અને યોગ્ય ઉમેદવાર લાગી રહી છે.

નેટીઝન્સે કાસ્ટિંગ ડિરેક્ટર પર ઉઠાવ્યા સવાલો

આ સીન વાયરલ થતાં જ ટ્વિટર (X) અને ઈન્સ્ટાગ્રામ પર યુઝર્સની કોમેન્ટ્સની પૂર આવી ગઈ છે. એક ઉત્સાહી યુઝરે લખ્યું કે, "કાસ્ટિંગની વાત આવે ત્યારે દરેક જણ મુકેશ છાબરા કે આદિત્ય ધર નથી હોતા! નિતેશ ભાઈ, બેકગ્રાઉન્ડમાં દેખાતી આ અભિનેત્રીએ આખી ફ્રેમ પર પોતાનું પ્રભુત્વ મેળવી લીધું છે. તેણે આ એક જ શૉટમાં સાઈ પલ્લવીને સંપૂર્ણપણે ઝાંખી પાડી દીધી છે."

કોણ છે આ રાતોરાત સ્ટાર બનેલી અભિનેત્રી?

લાઈમલાઈટ ચોરી જનાર આ રૂપસુંદરી બીજું કોઈ નહીં પણ આસામી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સુરભિ દાસ છે. શરૂઆતમાં એવી અફવાઓ હતી કે સુરભિ દાસ ફિલ્મમાં લક્ષ્મણની પત્ની ઉર્મિલાનું પાત્ર ભજવી રહી છે. જોકે, આ તમામ અટકળોનો અંત લાવતાં તેણે પોતે ખુલાસો કર્યો છે કે તે ફિલ્મમાં શ્રુતકીર્તિ (માતા સીતાની નાની બહેન અને ભગવાન રામના નાના ભાઈ શત્રુઘ્નની પત્ની) ની ભૂમિકા ભજવી રહી છે. ભલે તે સહાયક ભૂમિકામાં હોય, પરંતુ ટ્રેલરની આ એક જ સેકન્ડની ઝલકે તેને સમગ્ર દેશમાં ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધી છે.

 

(8:24 PM IST)