<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 31st July 2026

કાર્તિક આર્યન આવ્‍યો આસામની વહારેઃ પૂર પીડિતો માટે કર્યું ૧ કરોડનું દાન

મુખ્‍યમંત્રી હિમંતા બિસ્‍વા શર્માએ આ પગલા માટે તેની પ્રશંસા કરી છે અને સોશ્‍યલ મીડિયાના માધ્‍યમથી આભાર માન્‍યો છે

મુંબઇ તા.૩૧: આસામ (Assam) વર્ષના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે ત્‍યારે પીડિતોની મદદ માટે બોલિવૂડ (Bollywood) હસ્‍તીઓ આગળ આવી રહી છે. અભિનેતા સલમાન ખાન એ પોતાના એનજીઓ બીઈંગ હ્યુમન દ્વારા રાહત અભિયાન શરૂ કર્યા બાદ, હવે અભિનેતા કાર્તિક આર્યન એ આસામના મુખ્‍યમંત્રી રાહત નિધિ માં ૧ કરોડ રૂપિયાનું દાન આપ્‍યું છે.

આસામના મુખ્‍યમંત્રી કાર્યાલયે ગુરુવારે સોશ્‍યલ મીડિયા પ્‍લેટફોર્મ એક્‍સ (X) પર કાર્તિક આર્યને આપેલા યોગદાનની જાહેરાત કરી હતી. ટ્‍વીટમાં લખવામાં આવ્‍યું હતું કે, ‘મુખ્‍યમંત્રી રાહત નિધિમાં ૧ કરોડ રૂપિયાના ઉદાર યોગદાન માટે અભિનેતા કાર્તિક આર્યનનો આભાર. મુખ્‍યામંત્રી ડો. હિમંત બિસ્‍વા સરમા એ રાજ્‍યના રાહત કાર્યો માટે તેમના આ પ્રશંસનીય પગલાં અને સમયસર આપેલા ટેકાની પ્રશંસા કરી છે.'

મુખ્‍યમંત્રી હિમંત બિસ્‍વા સરમાએ પણ પોતાના ઓફિશિયલ એક્‍સ એકાઉન્‍ટ પર અભિનેતાનો આભાર માનતા લખ્‍યું, ‘કાર્તિક આર્યન, તમારા આ ઉદાર યોગદાનથી ખરેખર હૃદય સ્‍પર્શી ગયું છે. તમારો આ સપોર્ટ આસામના લોકોને મદદ કરવામાં ખૂબ કામ આવશે.'

એક્‍ટર કાર્તિક આર્યનનું આ યોગદાન એવા સમયે આવ્‍યું છે જ્‍યારે મનોરંજન ક્ષેત્રના ઘણા કલાકારો પોતાના પ્રભાવ અને સંસાધનોનો ઉપયોગ આસામને મદદ કરવા માટે કરી રહ્યા છે. અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) એ પણ તાજેતરમાં લોકોને રાહત કાર્યોમાં યોગદાન આપવા અપીલ કરી હતી અને ધ્‍યાન દોર્યું હતું કે રાજ્‍ય લગભગ દર વર્ષે વિનાશક પૂરનો સામનો કરે છે.

(3:14 PM IST)