<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 31st July 2026

લંડનમાં કસીનોની બહાર મિસ્‍ટ્રી ગર્લ સાથે દેખાયો આર્યન ખાનઃ રિલેશનની ચર્ચા શરૂ

સોશિયલ મીડિયા યુઝર્સે વીડિયોમાં યુવતીને વિની તરીકે ઓળખી

લંડન,તા.૩૧: બોલિવૂડ ઍકટર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ફરી એકવાર પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. હાલમાં લંડનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં આર્યન ખાન એક ‘મિસ્‍ટ્રી ગર્લ' સાથે જોવા મળી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા પછી, બન્ને વચ્‍ચે સંભવિત રિલેશનની અટકળો સોશિયલ મીડિયા પર શરૂ થઈ છે, જોકે આ દાવાઓની પુષ્ટિ થઈ નથી.

અહેવાલ મુજબ, સોશિયલ મીડિયા યુઝર્સે વીડિયોમાં યુવતીને વિની તકેર તરીકે ઓળખી છે. વીડિયોમાં, આર્યન ખાન અને વિની લંડનના કસિનોની બહાર જોવા મળે છે. જ્‍યારે બન્ને કારમાં બેસવાના હતા, ત્‍યારે એક વ્‍યક્‍તિ સેલ્‍ફી લેવા માટે આર્યન પાસે આવે છે. દરમિયાન, આર્યન અને આ છોકરી કારમાં બેસીને ભાગી જાય છે. આર્યન ખાને બ્‍લેક રંગનું ટી-શર્ટ અને જીન્‍સ પહેર્યું હતું, જ્‍યારે આ છોકરીએ બ્‍લેક રંગનો પોશાક, બ્‍લેક જેકેટ, જીન્‍સ અને બ્‍લેક હીલ પહેરી હતી.

વાયરલ વીડિયોએ તેમના સંબંધો વિશે ઓનલાઈન ચર્ચાઓ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન, વિની તકેરે ઇન્‍સ્‍ટાગ્રામ પર તેના લંડન પ્રવાસની તસવીરો શેર કરી છે, જેના કેપ્‍શનમાં લખ્‍યું હતું, ‘લંડન, ily.' જોકે તેણે પોસ્‍ટમાં આર્યન ખાનનો ઉલ્‍લેખ કર્યો નથી, પરંતુ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તેને વાયરલ વીડિયો સાથે લિક કર્યો છે. ચાહકોએ એ પણ નોંધ્‍યું છે કે આર્યન ખાન અને વિની તકેરે સોશિયલ મીડિયા પર એકબીજાને ફોલો કરે છે. હાલ સુધી, આર્યન ખાન કે વિની તકેરે સંબંધોની અફવાઓ કે વાયરલ વીડિયો પર કોઈ ટિપ્‍પણી કરી નથી.

આ પહેલીવાર નથી જ્‍યારે આર્યન ખાનનું નામ કોઈની સાથે જોડાયું હોય. અગાઉ, તેનું નામ મોડેલ લારિસા બોનેસી સાથે જોડાયું હતું; જોકે, તે સમયે બન્ને તરફથી કોઈ સંબંધની પુષ્ટિ કરવામાં આવી ન હતી.

આર્યન ખાને અભિનય કરતાં દિગ્‍દર્શનનો માર્ગ પસંદ કર્યો છે. તેણે તાજેતરમાં નેટફિલક્‍સ સિરીઝ ‘બેડ્‍સ ઓફ બોલિવૂડ' સાથે દિગ્‍દર્શક તરીકેની શરૂઆત કરી હતી. આ શોનું નિર્માણ શાહરૂખ ખાન અને ગૌરી ખાન દ્વારા કરવામાં આવ્‍યું હતું. સાત એપિસોડની સિરીઝમાં બોબી દેઓલ, લક્ષ્ય, રાઘવ જુયાલ, સહેર બમ્‍બા, મનોજ પાહવા, મોના સિહ, મનીષ ચૌધરી, રજત બેદી, અન્‍યા સિહ અને ગૌતમી કપૂર હતા, જ્‍યારે સલમાન ખાન, રણવીર સિહ અને બાદશાહે નાનકડી ભૂમિકા ભજવી હતી

(10:55 AM IST)