<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 29th July 2026

બોલિવૂડમાં નામના વિવાદની ચર્ચા: સોહેલ ખાન પોતાના મોટા પુત્રનું નામ 'રામ ખાન' રાખવા માંગતા હતા; પૂર્વ પત્ની સીમા સજદેહે તોડ્યું મૌન, ખુલાસો કરતા આપી મોટો પ્રતિભાવ

ઓટીટી શો ‘અલાયન્સ’ માં છૂટાછેડા પછી પણ સોહેલ અને સીમા વચ્ચે દેખાઈ ખાસ બોન્ડિંગ: સેક્યુલર વિચારસરણી હેઠળ સોહેલે પુત્રનું નામ ‘રામ’ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પણ સીમાની એક વિનંતી સામે નમી ગયા

નવી દિલ્હી, તા.૨૯: બોલિવૂડ અભિનેતા સોહેલ ખાન અને તેમની પૂર્વ પત્ની સીમા સજદેહ હાલમાં પ્રાઇમ વિડિયોના પોપ્યુલર શો 'અલાયન્સ' (Alliance) ને કારણે ભારે ચર્ચામાં છે. આ શોમાંથી સીમા સજદેહ બહાર થઈ ગયા છે, પરંતુ શો દરમિયાન છૂટાછેડા પછી પણ બંને વચ્ચેનો પરસ્પર પ્રેમ, આદર અને મજબૂત સપોર્ટ જોઈને ફેન્સ દંગ રહી ગયા હતા. શો દરમિયાન સોહેલ ખાને પોતાના મોટા પુત્ર નિર્વાણ ખાનના નામને લઈને એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો હતો કે તેઓ પુત્રનું નામ 'રામ' (રામ ખાન) રાખવા માંગતા હતા, પરંતુ સીમાની ઈચ્છા આગળ તેઓ કંઈ બોલી શક્યા નહોતા. હવે આ મુદ્દા પર સીમા સજદેહે આખરે પોતાનું મૌન તોડ્યું છે.

‘રામ ખાન’ નામ પાછળનું સત્ય અને સીમાનો જવાબ:

સોહેલ ખાને શોમાં પોતાના સેક્યુલર (ધર્મનિરપેક્ષ) વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે તેમનો પરિવાર તમામ ધર્મોમાં શ્રદ્ધા ધરાવે છે, તેથી તેઓ પુત્રનું નામ રામ રાખવા ઈચ્છતા હતા. પરંતુ જ્યારે હોસ્પિટલમાં પુત્રના જન્મ પછી સીમા હોશમાં આવી, ત્યારે તેણે અત્યંત લાગણીશીલ થઈને સોહેલ સામે જોઈને પૂછ્યું હતું કે "નિર્વાણ કેવું નામ છે?". સીમાની આ ભાવુક ઈચ્છા અને લાગણીઓ આગળ સોહેલે પોતાની વાત ન મૂકી અને પુત્રનું નામ 'નિર્વાણ' રાખવામાં આવ્યું.

હવે આ અંગે વાત કરતા સીમા સજદેહે જણાવ્યું કે સોહેલના આ ખુલાસાથી તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં. તેમણે કહ્યું કે બાળકનો જન્મ થયો ત્યારે જ નામ પસંદ કરવાની સંપૂર્ણ ઈચ્છા તેમની પોતાની હતી અને તેઓ પુત્રનું નામ નિર્વાણ જ રાખવા માંગતા હતા.

૨૪ વર્ષના સફર બાદ અલગ થયા, છતાં કાયમ છે મિત્રતા:

ઉલ્લેખનીય છે કે સોહેલ ખાન અને સીમા સજદેહે ૧૯૯૮માં લગ્ન કર્યા હતા અને ૨૪ વર્ષના લાંબા દામ્પત્ય જીવન બાદ વર્ષ ૨૦૨૨માં બંનેએ સત્તાવાર રીતે છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી પણ બંને પોતાના બે પુત્રો—નિર્વાણ અને યોહાનની જવાબદારી સાથે મળીને નિભાવી રહ્યા છે. ફેન્સ અને નેટીઝન્સ શોમાં બંનેની આ પક્વતા અને એકબીજા પ્રત્યેના સન્માનના ભૂરિ-ભૂરિ વખાણ કરી રહ્યા છે.

(4:45 PM IST)