સ્પાઈડરમેન-4 નો ભારતમાં જબરો ક્રેઝ : એડવાન્સ બુકિંગથી જ 16 કરોડથી વધુની કમાણી
સ્પાઈડરમેનનાં રોલમાં ટૉમ હૉલેન્ડ જોવા મળશે :ફિલ્મ પ્રથમ દિવસે જ ભારતમાં 20-25 કરોડની આસપાસ ઓપનિંગ કરી શકે

ટૉમ હૉલેન્ડની ફિલ્મ સ્પાઈડરમેનનો ભારતમાં કેટલો ક્રેઝ છે, એ વાતનો અંદાજ તેની એડવાન્સ બુકિંગ પરથી લગાવી શકાય છે. માર્વેલની નવી ફિલ્મ રિલીઝ થવામાં 2 દિવસનો સમય છે ત્યારે તેની 8 લાખથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે. સોની પિક્ચર્સ અને માર્વલ સ્ટૂડિયોની નવી ફિલ્મ સ્પાઈડરમેન બ્રેન્ડ ન્યૂ ડે આમ તો 31 જુલાઈ એ રિલીઝ થઈ રહી છે, જોકે- ભારતમાં તે એ દિવસ અગાઉ 30 જુલાઈ એ રિલીઝ થશે.
સ્પાઈડરમેનનાં રોલમાં ટૉમ હૉલેન્ડ જોવા મળશે. તેઓ કરીબ 4 વર્ષ બાદ ફરીવાર આ રોલમાં જોવા મળશે. તેમની ગત ફિલ્મ ‘સ્પાઈડરમેન નો વે હોમ’એ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ્સ તોડ્યા હતા. હવે આ ફ્રેન્ચાઈઝની નવી ફિલ્મ પણ એ માર્ગે આગળ વધી રહી છે. ફિલ્મે માત્ર એડવાન્સ બુકિંગથી જ 16 કરોડની કમાણી કરી લીધી છે. આ રીતે જોઈએ તો ફિલ્મ પ્રથમ દિવસે જ ભારતમાં 20-25 કરોડની આસપાસ ઓપનિંગ કરી શકે છે.
સ્પાઈડરમેન બ્રેંડ ન્યૂ ડે ફિલ્મ ભારતમાં ટૉમ હૉલેન્ડનાં કરિયરની સૌથી સફળ ફિલ્મ બની શકે છે. ગત સ્પાઈડરમેન ફિલ્મે ભારતમાં 217 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. સ્પાઈડરમેનની નવી ફિલ્મમાં ટૉમ હૉલેન્ડની સાથે તેની પત્ની જૈંડેયા પણ છે. જે પોતાનું આઈકોનિક કેરેક્ટર એમજે ફરીવાર ભજવશે. ફિલ્મમાં હલ્ક પણ જોવા મળશે.
