<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 28th July 2026

રામાયણના પ્રમોશન પાછળ જ ૩૭૫ કરોડ રૂપિયા ખર્ચ કરવાનું પ્‍લાનિંગ

ફિલ્‍મને બનાવવા માટે અંદાજે ૪૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો

મુંબઈ,તા.૨૮: આ વર્ષની ચર્ચાસ્‍પદ ફિલ્‍મોમાં ‘રામાયણ'નો સમાવેશ થાય છે. રણબીર કપૂર અભિનીત આ ફિલ્‍મને બનાવવા માટે અંદાજે ૪૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ચાહકો ૨૪ જુલાઈની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે આ દિવસે ફિલ્‍મનું ટ્રેલર રિલીઝ થવાનું હતું પણ નિર્માતાઓએ ટ્રેલરનું લોન્‍ચિંગ મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. એના કારણે ચાહકોમાં નિરાશા જોવા મળી હતી. આ દરમ્‍યાન ફિલ્‍મનું જોરશોરથી પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. હવે રિપોર્ટ પ્રમાણે ફિલ્‍મના પ્રમોશન પાછળ જ કુલ ૩૭૫ કરોડ રૂપિયા જેટલું બજેટ ફાળવવામાં આવ્‍યું છે.

સોની પિક્‍ચર્સે ‘રામાયણ'ના આંતરરાષ્ટ્રીય ડિસ્‍ટ્રિબ્‍યુશન રાઇટ્‍સ ખરીદ્યા છે અને કંપની ફિલ્‍મને વૈશ્વિક સ્‍તરે ભવ્‍ય રીતે રિલીઝ કરવાની તૈયારીમાં છે. સોની પિક્‍ચર્સ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રમોશન માટે જ અંદાજે ૨૩૫ કરોડ રૂપિયા ખર્ચવા જઈ રહી છે. આ સિવાય ફિલ્‍મના નિર્માતાઓ પ્રમોશન માટે પોતાના તરફથી વધુ ૧૪૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રીતે સોની પિક્‍ચર્સ અને ફિલ્‍મના નિર્માતાઓ મળીને પ્રમોશન પાછળ કુલ અંદાજે ૩૭૫ કરોડ રૂપિયા ખર્ચશે.

(10:16 AM IST)