લાફટર શેફ સીઝન ૩ના વીનર બન્યા અલી ગોની-જન્નત ઝુબૈર
ફાઈનલ એપિસોડમાં ૨૦ સ્ટાર્સ જીત્યા અને સીઝનમાં કુલ ૯૯ સ્ટાર્સ જીતી ટ્રોફી જીતી હતી

મુંબઇ તા.૨૭: કલર્સ ટીવી અને જીયો હોટસ્ટારના શો લાફટર શેફની ત્રીજી સીઝનનું ગ્રાન્ડ ફિનાલે ૨૬ જુલાઈએ યોજાયું હતું. લાફટર શેફસ શોમાં ટીવીના જાણીતા કલાકારો દર્શકોનું મનોરંજન કરતાં કરતાં કુકીંગ કરતા જોવા મળતા. લાફટર શેફસ શોની આ ત્રીજી સીઝન હતી. જેના વિનર અલી ગોની અને જન્નત ઝુબૈર બન્યા છે. આ જોડીને લાફટર શેફસની ટ્રોફી સાથે પ્રાઈઝમાં શું મળ્યું છે ચાલો તમને જણાવીએ.
લાફટર શૈફસ સીઝન ૩ ના ગ્રાન્ડ ફિનાલેમાં રોહિત શેટ્ટી સાથે ખતરોં કે ખિલાડીની ટીમ પહોંચી હતી. ફિનાલે એપિસોડ પણ ધમાકેદાર રહ્યો હતો. ફિનાલેના અંતે વિનર તરીકે અલી ગોની અને ઝન્નત ઝુબૈરના નામ જાહેર થયા હતા. બંને કલાકારોએ પણ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેર કરી હતી. જન્નત ઝુબૈર અને અલી ગોનીએ સીઝન ૩ ની ટ્રોફી સાથે કેટલીક ખાસ ગિફટસ પણ જીતી છે. અન્ય રિયાલિટી શોની જેમ આ શોમાં વિનર માટે પ્રાઈઝ મની રાખવામાં નથી આવતી. વિનર્સને બ્રાંડ ગિફટ મળે છે.
ગ્રાંડ ફિનાલેમાં કલાકારો માટે શેફ હરપાલે અલગ અલગ ટ્વિસ્ટ સાથે કુકીંગ ચેલેન્જ આપ્યા હતા. જેમાં અલી ગોની અને જન્નત ઝુબૈરે ટોટલ ૨૦ સ્ટાર જીત્યા હતા. આ જોડીએ સીઝનમાં કુલ ૯૯ સ્ટાર્સ જીત્યા છે. અલી ગોની અને જન્નત ઝુબૈરે ફિનાલેમાં અર્જુન બિજલાની-તેજસ્વી પ્રકાશ અને એલ્વિશ યાદવ - કરન કુંદ્રાની જોડીની હરાવી હતી.
જેમ અગાઉ જણાવ્યું તેમ લાફટશેફસ સીઝન ૩ માં વિનર માટે પ્રાઈઝ મની ન હતી. અલી અને જન્નતને ટ્રોફી સાથે તેમને અલગ અલગ બ્રાન્ડ તરફથી હેમ્પર્સ અને ગિફટ મળ્યા છે. જાણવા મળતી માહિતી અનુસાર કલાકારોને લાફટર શૈફસમાં ભાગ લેનાર કલાકારોને વીકલી ફી મળે છે જે ભારે ભરકમ અમાઉન્ટ હોય છે
