એડવાન્સ બુકિંગમાં જ ચાલ્યું: જન નેતાનું તોફાન, વેચાઈ ગઈ ૬ લાખથી વધુ ટિકિટ
ફિલ્મ ૨૩ જુલાઈએ રિલીઝ થવાની છેઃ એડવાન્સ બુકિંગ દ્વારા અત્યાર સુધીમાં ૨૧.૦૬ કરોડ રુપિયાની કમાણી

ચેન્નાઈ,તા.૨૨: થલપતિ વિજયની અંતિમ ફિલ્મ જન નેતા મૂળરૂપે વર્ષની શરૂઆતમાં રિલીઝ થવાની હતી. જોકે, આ ફિલ્મની રિલીઝ વારંવાર મુલતવી રાખવામાં આવી હતી અને અભિનેતાએ પોતાનું સંપૂર્ણ ધ્યાન ચૂંટણી પર કેન્દ્રિત કર્યું હતું. ચૂંટણીમાં વિજયી થયા બાદ અને મુખ્યમંત્રીનો હોદ્દો સંભાળ્યા પછી, હવે આખરે તેમની ફિલ્મ રિલીઝ થઈ રહી છે.
આ ફિલ્મ ૨૩ જુલાઈએ રિલીઝ થવાની છે અને તેના એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયા છે. ચાહકો અભિનેતાની આ નવી ફિલ્મ જોવા માટે ખૂબ ઉત્સાહિત છે. હકીકતમાં, એડવાન્સ બુકિંગના મામલે ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મમાં થલપતિ વિજય મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે બોબી દેઓલ વિલનની ભૂમિકામાં જોવા મળશે અને દરેક જણ આ ટક્કર જોવા માટે આતુર છે. આ ફિલ્મે એડવાન્સ બુકિંગ દ્વારા અત્યાર સુધીમાં ૨૧.૦૬ કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે
સૈકનિલ્કની રિપોર્ટ સામે આવી છે. તે અનુસાર, થલપતિ વિજયની છેલ્લી ફિલ્મે રિલીઝ પહેલાં જ ૨૧.૦૬ કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે. આ આંકડો ઓપનિંગ ડે (પ્રથમ દિવસ) માટેના એડવાન્સ બુકિંગ અને બ્લોક કરેલી બેઠકોને આવરી લે છે. જો બ્લોક કરેલી બેઠકોને બાદ કરવામાં આવે, તો ફિલ્મે ૧૫.૨૬ કરોડ હજારની કમાણી કરી છે. આ એક નોંધપાત્ર આંકડો છે, ખાસ કરીને એટલા માટે કે ફિલ્મ પાસે આવક ઊભી કરવા માટે હજુ એક દિવસ બાકી છે. ઓપનિંગ-ડે પર ઊંચા આંકડાની અપેક્ષા હોવાથી, એ જોવાનું રહેશે કે એડવાન્સ બુકિંગથી લઈને અંતિમ આંકડા સુધી ફિલ્મ આખરે કેટલી કમાણી કરે છે અને ટિકિટનું કુલ વેચાણ કેટલું રહે છે.
આ રિપોર્ટ દર્શાવે છે કે થલપતિ વિજયની અંતિમ ફિલ્મ જન નેતા માટે અત્યાર સુધીમાં કુલ ૮,૯૨૯ શો સાથે ૬,૬૧,૫૫૪ ટિકિટો વેચાઈ છે. જ્યાં આ ફિલ્મે માત્ર તમિલ સંસ્કરણમાંથી જ ૧૫ કરોડ રુપિયાની આવક મેળવી છે, ત્યાં હિન્દી સંસ્કરણમાંથી તેની કમાણી મર્યાદિત રહી છે. નોંધનીય છે કે તમિલ સંસ્કરણ માટે ૬,૪૭,૨૦૦ ટિકિટો વેચાઈ છે. બીજી તરફ હિન્દી સંસ્કરણ માટે અત્યાર સુધીમાં ૧,૭૨૫ ટિકિટો અને તેલુગુ સંસ્કરણ માટે ૧૨,૦૦૦થી વધુ ટિકિટો વેચાઈ છે. હાલમાં, તમિલ સંસ્કરણ માટે સૌથી વધુ શો નોંધાયા છે, જેમાં ૬,૯૩૭ શો નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે હિન્દી સંસ્કરણ માટે ૧,૧૫૩ શો છે.
આ ફિલ્મ માટેનું એડવાન્સ બુકિંગ તેની રિલીઝના ચાર દિવસ પહેલાં શરૂ થયું હતું અને શરૂઆતથી જ અનેક રેકોર્ડ તૂટયા હતા. ઘણા ટ્રેડ નિષ્ણાતોનું અનુમાન છે કે આ ફિલ્મ ૧૦૦ કરોડ રુપિયાથી વધુની કમાણી સાથે શાનદાર ઓપનિંગ કરશે. જન નેતા વિદેશી બજારોમાં પણ બ્લોકબસ્ટર શરૂઆત કરે તેવી અપેક્ષા છે.
રિલીઝના દિવસે જ આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરે ઼૪ મિલિયનથી વધુની કમાણી કરી શકે છે, જેનાથી તેની વૈશ્વિક કુલ કમાણી ૧૦૫ કરોડ રુપિયાના આંકડાને પાર કરી જશે. જો આવું થશે, તો ઓપનિંગ-ડેની કમાણીની દ્રષ્ટિએ તે ÒGOATÓ (૯૯ કરોડ રુપિયા), ‘જેલર' (૯૧ કરોડ રુપિયા) અને ‘પઠાણ' (૧૦૪ કરોડ રુપિયા) જેવી હિટ ફિલ્મોને પાછળ છોડી દેશે
