<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 20th July 2026

મારો બાપ પણ મને આટલી બધી કિસ નથી કરતોઃ રામ કપૂર પર ભડકી શ્રેયા કાલરા

ટાસ્‍ક જીત્‍યાં પછી ગાલ અને માથા પર કિસ કરવાની બાબતને લઈને નારાજ થયેલી શ્રેયાએ રામ કપૂરને આડે હાથે લીધા રિયાલિટી શો ‘લોક અપ ૨' માં રામ કપૂરે શ્રેયા કાલરાને કિસ કરી હતી, જેનાં કારણે તે અનકમ્‍ફોર્ટેબલ થઈ ગઈ હતી

મુંબઈ,તા.૨૦: નેટફિલક્‍સનો રિયાલિટી શો ‘લોક અપ ૨' આ દિવસોમાં સતત કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહે છે.  આમ, શ્રેયા કાલરા ૫૨ વર્ષનાં રામ કપૂર પર જબરી ગુસ્‍સે થઈ છે. ટાસ્‍ક જીત્‍યાં પછી ગાલ અને માથા પર કિસ કરવાની બાબતને લઈને નારાજ થયેલી શ્રેયાએ રામ કપૂરને આડે હાથે લીધા અને બાઉન્‍ડ્રીની અંદર રહેવાની વોર્નિગ આપી. જો કે સોશિયલ મીડિયા પર આ કિસિગ કોન્‍ટ્રોવર્સીને કારણે હલચલ મચી ગઈ છે.

‘લોક અપ ૨' કન્‍ટેસ્‍ટેન્‍ટ્‍સ વચ્‍ચેનો માહોલ આ દિવસોમાં વધારે બગડતો જાય છે. ખાસ કરીને શ્રેયા કાલરા અને ૫૨ વર્ષનાં ટીવી એક્‍ટર રામ કપૂર વચ્‍ચેનું બોન્‍ડિંગ હવે પહેલાં જેવું જોવા મળતું નથી. આમ, પહેલાં શ્રેયા રામ કપૂર સાથે મસ્‍તી કરતી જોવા મળી હતી, જ્‍યારે હવે એક્‍ટર પર બરાબર ગુસ્‍સે થઈ છે.

આમ, તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે બંને સાથે મળીને એક ટાસ્‍ક રમ્‍યાં હતા, જેમાં શ્રેયા કંટ્રોલર હતી અને રામ કપૂર ડિપેન્‍ડેટ હતો. જો કે શ્રેયાએ રામને બહાર કાઢવાથી બચાવવા માટે તમામ પ્રયત્‍નો કર્યા હતા. આમ, આ ટાસ્‍ક જીતીને રામ કપૂરે શોને પૂરી રીતે સેફ કરી દીધો હતો.

ટાસ્‍કમાં મળેલી આ શાનદાર જીત પછી રામ કપૂર એટલાં ખુશ થઈ ગયા કે એક્‍ટરે શ્રેયાને ગાલ અને માથા પર બહુ બધી કિસ કરી લીધી. જો કે તે વખતે શ્રેયા શાંત રહી, પરંતુ રામની આ હરકતથી શોની અંદર અને બહાર ભારે હોબાળો મચી ગયો છે.

આમ, શ્રેયા વધારે સમય સુધી શાંત રહી શકી નહીં અને અંતે એક એપિસોડમાં ગુસ્‍સે થઈ ગઈ. આટલું જ નહીં એક્‍ટ્રેસે શિલ્‍પા શિદેની સાથે પોતાની નારાજગી વ્‍યક્‍ત કરી અને કહ્યું કે, જ્‍યારે શિવાંગી ટાસ્‍ક કરી રહી હતી ત્‍યારે રામ કપૂર તેમની ક્‍લોઝ આવી ગયા હતા. જો કે ત્‍યારે હર્ષદ વચ્‍ચે આવ્‍યો અને તેમને દૂર કરવાની ફરજ પડી હતી. શ્રેયાએ રામ કપૂરનાં આવા વર્તન પર અનેક પ્રકારનાં સવાલો ઉઠાવ્‍યા છે. આ સાથે કહ્યું કે, રામ કપૂરે તેમની પર્સનલ બાઉન્‍ડ્રી સમજવી જોઈએ. આ સાથે જ શોનાં હોસ્‍ટ ફરાહ ખાનનો ઉલ્‍લેખ કરતા શ્રેયાએ કહ્યું કે, વીકેન્‍ડમાં ફરાહ આ વિશે મને વાત કરશે તો હું બિન્‍દાસ બધું સાચું કહી દઈશ. એક્‍ટ્રેસે સ્‍પષ્ટ કર્યું કે, સીનિયર હોવાના નામે કોઈ ગમે તે કરે તે હવે સહન કરવામાં આવશે નહીં.

જો કે આ વાત સામે આવતા જ લોકો રામ કપૂરને ખરીખોટી સંભળાવી રહ્યાં છે. લોકોનું કહેવુ છે કે બે બાળકોનો બાપ રામ કપૂરને પોતાની લિમિટ્‍સ ખબર હોવી જોઈએ અને વર્તન સારું કરવુ જોઈએ.

(3:12 PM IST)