જન નાયકનનું એડવાન્સ બુકિંગ શરૂઃ ટિકિટોનાં ભાવ ૧૦૦૦થી પણ વધારે
ફિલ્મમાં થલપતિ વિજય લીડ રોલમાં જોવા મળશેઃ ફિલ્મ ૨૩ જુલાઈનાં રોજ રિલીઝ થશે : સિનેપોલિસ નેક્સસ શાંતિનિકેતનમાં રિક્લાઈનર સીટોની કિમત ૨૫૦૦ રૂપિયા છે. આ અત્યાર સુધીની સૌથી વધારે કિમત

હૈદરાબાદ તા.૨૦: થલપતિ વિજયની છેલ્લી ફિલ્મ જન નાયકન હવે મોટા પડદા પર રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મ ૨૩ જુલાઈનાં રોજ રિલીઝ થશે. લાંબા સમયથી આ ફિલ્મ પોસ્ટપોન થઈ રહી હતી, પરંતુ હવે ફાઈનલી ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. જો કે હાલમાં ટિકિટની કિમત પણ જોરદાર છે. આમ, તમે થલપતિ વિજયનાં ફેન છો અને એડવાન્સ બુકિગ કરાવવા ઇચ્છો છો તો ટિકિટની કિમતો પર નજર કરી લો.
બેંગલુરુ, હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી અને કેરાલામાં 'જન નાયકન'નું એડવાન્સ બુકિગ શરૂ થઈ ગયું છે. ફિલ્મનાં તમિલ વર્ઝન માટે અનેક જગ્યા પર ટિકિટની કિમત ૧૦૦થી ૮૦૦ રૂપિયા વચ્ચે રાખવામાં આવી છે. બેંગલુરુમાં શોની ટિકિટ ૫૦૦-૮૦૦ રૂપિયામાં મળી રહી છે. આ સાથે જ કેટલીક ટિકિટનાં ભાવ ૧૦૦૦ રૂપિયાથી પણ વધારે છે. આ સાથે અનેક થિયેટરમાં સવારમાં ૬.૩૦ વાગ્યાના શોની ટિકિટ પણ સોલ્ડ આઉટ થઈ ગઈ છે. સિનેપોલિસ નેક્સસ શાંતિનિકેતનમાં રિક્લાઈનર સીટોની કિમત ૨૫૦૦ રૂપિયા છે. આ અત્યાર સુધીની સૌથી વધારે કિમત છે. આમ, થલપતિ વિજયની ફિલ્મને લઈને દર્શકોમાં જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે.
ફિલ્મ નિર્માતાઓએ ભલે કહાનીને લઈને ચુપ્પી રાખી હોય, પરંતુ જન નાયકનના ટ્રેલર પરથી સંકેત મળે છે કે આ એક સામાન્ય વ્યક્તિની કહાની છે જે અન્યાયને જોઈને ચૂપચાપ ઊભા રહેવાને બદલે અવાજ ઉઠાવવાનો નિર્ણય કરે છે. આ તમિલ સુપરસ્ટારની વિરાસતનો જશ્ન મનાવે છે. આમ, તમને જણાવી દઈએ કે ફિલ્મને વિનોથે ડાયરેક્ટ કરી છે. આ સાથે જ ફિલ્મને ધ્સ્ફ પ્રોડક્શને પ્રોડ્યુસ કરી છે.
આ એક રાજનૈતિક એક્શન ડ્રામા ફિલ્મ છે, જેમાં થલપતિ વિજય મુખ્ય ભૂમિકામાં છે. પૂજા હેગડે અને બોબી દેઓલ પણ આ ફિલ્મમાં જોવા મળશે. મામિતા બૈજૂ, પ્રિયામણિ, ગૌતમ વાસુદેવ મેનન અને નારાયણ સહાયક જોવા મળશે. આ મૂવીમાં એક્શન સીક્વન્સ, ડાન્સ નંબર અને ઇમોશનલ ડ્રામા જોવા મળશે. આ તમિલ સુપરસ્ટારની વિરાસતનો જશ્ન મનાવે છે. આમ, વાત કરવામાં આવે તો આ ફિલ્મને લઈને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી શકે છે હવે એ જોવાનું રહેશે.
