<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 16th July 2026

આમિર ખાને નવી પત્‍ની ગૌરી સ્‍પ્રેટને ૧૦૦ કરોડની ભેટ આપી

આમિર ખાન અને ગૌરી સ્‍પ્રેટના લગ્નને હજુ માંડ અઠવાડિયું-૧૦ દિવસ જ થયા છે. ત્‍યારે આ ટૂંકા ગાળામાં જ આમિરે તેની ત્રીજી પત્‍નીને આપેલી કિમતી ભેટ ચર્ચાનો વિષય બની ગઈ

મુંબઇ તા.૧૬: ૬૦ વર્ષથી વધુ ઉંમરના અભિનેતા આમિર ખાનના ત્રીજા લગ્ન ભલે સાદગીથી થયા હોય, પરંતુ તે આખા દેશમાં સમાચાર પત્રોથી માંડીને સામાન્‍ય લોકો વચ્‍ચે ચર્ચાનો વિષય બન્‍યા હતા. એક પુત્રની માતા ગૌરી સ્‍પ્રેટ આમિરની નવી પત્‍ની બની છે. જણાવી દઈએ કે, આમિરના અગાઉની બંને પત્‍નીઓ સાથે છૂટાછેડા થઈ ચૂક્‍યા છે. આ દરમિયાન ૫ જુલાઈએ તેણે પોતાના મુંબઈના પાલી હિલ્‍સમાં આવેલા ભાડાના મકાનમાં ખૂબ જ નજીકના સંબંધીઓની હાજરીમાં લગ્ન કર્યા હતા. સ્‍પેશિયલ મેરેજ એક્‍ટ હેઠળ લગ્નની નોંધણી કરવામાં આવી હતી. નોંધણી સમયે ગૌરી તરફથી તેનો પુત્ર ક્‍વિન સાક્ષી બન્‍યો હતો અને આમિર તરફથી તેનો સૌથી નાનો પુત્ર આઝાદ રાવ સાક્ષી બન્‍યો હતો.

રીના દત્તા આમિર ખાનની પ્રથમ પત્‍ની હતી. આ સંબંધમાં બે બાળકો; અભિનેતા જુનૈદ ખાન અને પુત્રી આયરા ખાનનો જન્‍મ થયો હતો. ૨૦૦૨માં બંને વચ્‍ચે કાયદેસર રીતે છૂટાછેડા થયા હતા. તે પછી, આમિરે ફિલ્‍મ નિર્દેશક કિરણ રાવ સાથે લગ્ન કર્યા. સરોગસી દ્વારા આમિર અને કિરણને પુત્ર આઝાદ રાવ ખાનનો જન્‍મ થયો હતો. ત્‍યારબાદ ૨૦૨૧માં આમિરના ફરીથી છૂટાછેડા થયા. તે પછી તેણે ફરીથી લગ્ન નહીં કરવાનો નિર્ણય લીધો હોવા છતાં, ગૌરી સાથેના પ્રેમ સંબંધોના સમાચાર બહાર આવ્‍યા હતા.

બીજી બાજુ, ગૌરીના પણ તેના પ્રથમ લગ્નમાં છૂટાછેડા થયા હતા. તેના પ્રથમ પતિ સાથે તે ક્‍વિન નામના પુત્રની માતા બની. પછી તેણે આમિર ખાન સાથે બીજા લગ્ન કર્યા. આ લગ્નને હજુ માંડ અઠવાડિયું-૧૦ દિવસ જ થયા છે. ત્‍યારે આ ટૂંકા ગાળામાં જ આમિરે તેની ત્રીજી પત્‍નીને આપેલી કિમતી ભેટ ચર્ચાનો વિષય બની ગઈ છે.

લગ્ન બાદ આમિર ખાન અને ગૌરી સ્‍પ્રેટે તેમના પરિવાર સાથે એકસાથે રહેવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલ સામે આવ્‍યા છે. આ અહેવાલો અનુસાર, આમિર ખાન એક મુંબઈના લક્‍ઝુરિયસ મરીના એપાર્ટમેન્‍ટના પુનર્નિર્માણ પ્રોજેક્‍ટમાં એક વૈભવી સ્‍કાય વિલાના નિર્માણમાં ભાગીદાર છે. આ એપાર્ટમેન્‍ટ આમિરે તેની પત્‍નીને ભેટ તરીકે આપ્‍યું છે અને આ ભેટ લગ્ન બાદ આમિર તરફથી ગૌરીને પ્રથમ ભેટ હશે. જો તમે વિચારતા હોવ કે અહીં આમિર અને ગૌરી જ રહેશે, તો તમે ખોટા છો. બંનેનો લગભગ આખો પરિવાર આ જ જગ્‍યાએ રહેશે.

આ વૈભવી વિલાનો નિર્માણ પૂર્ણ થયા પછી આમિર અને ગૌરી અને બંનેના પરિવારો અહીં સાથે રહેશે. ટાઈમ્‍સ નાઉના અહેવાલમાં જણાવાયું છે કે, આ આમિર ખાન અને ગૌરીનું કાયમી નિવાસસ્‍થાન હશે. આ એપાર્ટમેન્‍ટ મુંબઈના યુનિયન પાર્કમાં આવેલું છે. મરીના એપાર્ટમેન્‍ટમાં આમિર ખાનના અગાઉ પણ ઘણા એપાર્ટમેન્‍ટ્‍સ હતા. તે આમિરના પિતરાઈ ભાઈ મનસૂર ખાનના બંગલાની નજીક આવેલું છે. ૨૦૩૦ સુધીમાં આ એપાર્ટમેન્‍ટનું નિર્માણ પૂર્ણ થવાની અપેક્ષા છે. આ એપાર્ટમેન્‍ટમાં આમિર ખાનના એક ડઝન ફલેટ હોવાના અહેવાલ છે. સૌથી ઉપરના સ્‍કાય વિલામાં આમિર ખાન, ગૌરી અને પુત્ર ક્‍વિન રહેશે.

આ એપાર્ટમેન્‍ટમાં એક આખો માળ ખાનગી પાર્ટીઓ અને ઉજવણીઓ માટે આરક્ષિત રહેશે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્‍યું છે કે આ ઘર તેના પરિવારના અન્‍ય સભ્‍યો માટે પણ તૈયાર કરવામાં આવશે. એક માળ આમિર ખાનના મોટા પુત્ર જુનૈદ માટે હશે. બીજો તેની બીજી પત્‍ની કિરણ રાવ અને પુત્ર આઝાદ માટે હશે. તેની માતા અને બે બહેનો માટે પણ એક એપાર્ટમેન્‍ટ હશે એમ કહેવાય છે. અહેવાલમાં જણાવાયું છે કે, આમિરે આ પ્રોજેક્‍ટ માટે ૧૦૦ કરોડ રૂપિયા એડવાન્‍સ તરીકે આપ્‍યા છે

(9:47 AM IST)