<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 4th July 2026

'આલ્ફા' ગર્લ આલિયાનો બોલિવૂડમાં દબદબો: સિનિયર કલાકારોને પણ પાછળ છોડી આલિયાએ વસૂલી અધધધ ફી, જાણો કોને કેટલા મળ્યા કરોડ!

બોક્સ ઓફિસ પર 'આલ્ફા' એનર્જીનો જાદુ: શર્વરી કરતા આઠ ગણી વધુ ફી લઈને આલિયાએ કરી મોટી કમાણી, ફિલ્મમાં કલાકારોના મહેનતાણાની વિગતો આવી સામે

મુંબઈ : બોલિવૂડની 'સ્પાય યુનિવર્સ'ની નવી ફિલ્મ 'આલ્ફા' હાલમાં ચર્ચાનો વિષય બની છે. આલિયા ભટ્ટ અને શર્વરી વાઘને એક્શન અવતારમાં રજૂ કરતી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાની પકડ મજબૂત કરી રહી છે. આ ફિલ્મની સફળતાની સાથે સાથે હવે તેના કલાકારોને મળેલી જંગી ફીની વિગતો પણ બહાર આવી છે, જે જાણીને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ખાસ કરીને આલિયા ભટ્ટે આ ફિલ્મ માટે જે ફી વસૂલી છે, તે સિનિયર કલાકારો માટે પણ ચોંકાવનારી છે.
આલિયાની 'આલ્ફા' ફી: આઠ ગણી વધુ કમાણી
રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં રહેલી આલિયા ભટ્ટે આશરે ૨૫ કરોડ રૂપિયાનું તોતિંગ મહેનતાણું મેળવ્યું છે. આલિયાએ આ દમદાર સ્પાયના પાત્ર માટે વિદેશી ટ્રેનર્સ પાસે સખત તાલીમ પણ લીધી હતી. તેની સામે ફિલ્મમાં સેકન્ડ લીડ રોલ પ્લે કરી રહેલી શર્વરી વાઘને ૩ કરોડ રૂપિયા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે આલિયાએ પોતાની સહ-કલાકાર શર્વરી કરતા લગભગ આઠ ગણી વધુ ફી લીધી છે, જે તેના સ્ટારડમ અને ફિલ્મમાં તેના મહત્વના રોલને સાબિત કરે છે.
અન્ય કલાકારોના મહેનતાણાનો આંકડો
ફિલ્મમાં વિલન તરીકે બોબી દેઓલનો રોલ પણ ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો છે. આશ્રમ જેવી શ્રેણી બાદ ફરી એકવાર નેગેટિવ રોલમાં જોવા મળેલા બોબી દેઓલે આ ફિલ્મ માટે ૬ થી ૮ કરોડ રૂપિયા વસૂલ્યા હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ, દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરે પણ આ ફિલ્મ માટે ૬ કરોડ રૂપિયાનું મહેનતાણું મેળવ્યું છે. આ ઉપરાંત, ફિલ્મમાં કેમિયો કરનાર રિતિક રોશન અને દીયા મિર્ઝાએ પણ થોડી જ મિનિટોની હાજરીથી પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે.
બોક્સ ઓફિસ પર કેવું છે પ્રદર્શન?
ફિલ્મના એક્શન સીન્સ અને તેની સિનેમેટોગ્રાફીના ભારે વખાણ થઈ રહ્યા છે. રિતિક રોશનનો 'વોર' ફિલ્મવાળો કબીર લૂક પણ સોશિયલ મીડિયા પર ખુબ ટ્રેન્ડ કરી રહ્યો છે. શરૂઆતના પ્રતિસાદ ઠીક-ઠીક મળ્યા હોવા છતાં, ફિલ્મ હવે ધીમે ધીમે બોક્સ ઓફિસ પર પોતાની ગતિ પકડી રહી છે. સ્પાય યુનિવર્સની આ ફિલ્મ આવનારા દિવસોમાં કેટલા કરોડનો બિઝનેસ કરે છે, તે જોવું રસપ્રદ રહેશે.
આલિયા ભટ્ટની આ સફળતા અને તેનું મહેનતાણું બોલિવૂડમાં નવી ચર્ચાઓ જગાવી રહ્યું છે, જ્યાં તે હવે ટોચના મેલ સ્ટાર્સને પણ કમાણીના મામલે ટક્કર આપી રહી છે.

(8:50 PM IST)