<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Sunday, 21st June 2026

બોક્સ ઓફિસ પર ધમાકો: રિલીઝના એક દિવસ પહેલાં જ કરોડો છાપશે 'વેલકમ ટુ ધ જંગલ'

અક્ષય કુમાર અને ૩૦થી વધુ કલાકારોની મલ્ટી-સ્ટારર ફિલ્મ માટે મેકર્સનો માસ્ટરસ્ટ્રોક : ૨૫ જૂને પેઇડ પ્રીવ્યુ દ્વારા ચાહકોને મળશે એડવાન્સ મનોરંજન

મુંબઈ: બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ મલ્ટી-સ્ટારર કોમેડી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ ક્રેઝનો ફાયદો ઉઠાવવા માટે ફિલ્મ મેકર્સે એક અનોખી પ્રી-રિલીઝ સ્ટ્રેટેજી બનાવી છે. આ ફિલ્મ સત્તાવાર રીતે ૨૬ જૂન, ૨૦૨૬ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે, પરંતુ દર્શકો તેને એક દિવસ પહેલા એટલે કે ૨૫ જૂને જ મોટા પડદા પર જોઈ શકશે. નિર્માતાઓએ આ ફિલ્મ માટે ખાસ 'પેઇડ પ્રીવ્યુ' યોજવાનો મોટો નિર્ણય લીધો છે, જે રિલીઝ પહેલા જ બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાની કમાણી કરાવશે અને અક્ષય કુમારની આખી ગેંગને પાવરફુલ ઓપનિંગ આપશે.

ભારતીય સિનેમામાં તાજેતરના સમયમાં પેઇડ પ્રીવ્યુનો ટ્રેન્ડ ઘણો સફળ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે, અક્ષય કુમારની આ બીજી એવી ફિલ્મ હશે જે સત્તાવાર રિલીઝ પહેલા દર્શકો સામે આવશે. આ પહેલાં અક્ષયની ફિલ્મ 'ભૂત બાંગ્લા' માટે પણ આવો જ પેઇડ પ્રીવ્યુ યોજાયો હતો, જેણે રિલીઝના એક દિવસ અગાઉ જ ₹૩.૭૫ કરોડનું શાનદાર કલેક્શન કર્યું હતું. ટ્રેડ એનાલિસ્ટ્સના મતે, 'વેલકમ ટુ ધ જંગલ' નું એડવાન્સ બુકિંગ આ સોમવારથી જ શરૂ થઈ જશે, જેનાથી ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલો મોટો રેકોર્ડ સર્જશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. સેન્સર બોર્ડ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ આ ફિલ્મ ૨ કલાક અને ૨૮ મિનિટના રન-ટાઇમ સાથે સિનેમાઘરોમાં ધમાકો કરવા તૈયાર છે.

અહેમદ ખાનના નિર્દેશનમાં બનેલી 'વેલકમ' ફ્રેન્ચાઇઝીની આ ત્રીજી ફિલ્મમાં બોલિવૂડના ઇતિહાસની સૌથી મોટી સ્ટારકાસ્ટ જોવા મળવાની છે. ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત સુનિલ શેટ્ટી, રવિના ટંડન, દિશા પટણી, જેક્લીન ફર્નાન્ડીઝ, અરશદ વારસી, પરેશ રાવલ, જેકી શ્રોફ અને તુષાર કપૂર જેવા ૩૦થી વધુ દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય જોની લીવર, શ્રેયસ તલપડે, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા અને રાજપાલ યાદવ જેવા કોમેડી કિંગ્સ પણ દર્શકોને હસાવવા માટે સજ્જ છે. આટલા બધા કલાકારો એકસાથે સ્ક્રીન શેર કરવાના હોવાથી ચાહકોમાં ભારે ઉત્સુકતા છે, અને ૨૫ જૂનનો પેઇડ પ્રીવ્યુ બોક્સ ઓફિસ પર એક નવો ઇતિહાસ રચી શકે છે.

(6:49 PM IST)