મારા ‘‘બેસ્ટ ફ્રેન્ડ' સાથે લગ્ન કરી ખૂબ ખુશ છું: રશ્મિકા મંદાના
વિજય દેવરકોંડા સાથે લગ્ન સ્વપ્ન સાકાર થવા જેવું છે

મુંબઈ,તા.૧૬: અભિનેત્રી રશ્મિકા મંદાનાએ તાજેતરમાં અ ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે આસ્ક મી એનિથિગ સેશનનું આયોજન કર્યું હતું. જેમાં તેણે અંગત જીવન અને કારકિર્દી વિશે ખુલીને વાત કરી હતી. અભિનેત્રીએ તેના બેસ્ટ ફ્રેન્ડ વિજય દેવરકોંડા અને તેના કોકટેલ-ટુના કો-સ્ટાર શાહિદ કપૂર અને ક્રિતિ સેનન સાથેની વાત કરી હતી.
રશ્મિકા અને વિજયે ગયા ઓક્ટોબરમાં એક સમારોહમાં સગાઈ કરી હતી અને આ વર્ષે ફેબ્રુઆરીમાં ઉદયપુરમાં લગ્ન કર્યા હતા. આ પહેલા બંન્ને ઘણા વર્ષોથી એકબીજાને ઓળખતા હતા. આસ્ક મી એનિથિગ સેશનમાં જ્યારે રશ્મિકાને તેના જીવન વિશે એક શબ્દમાં વર્ણન કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપ્યો કે, તે એક શબ્દમાં વર્ણવી શકાય નહીં. પરંતુ હું કહીશ કે તે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે.
બીજા એક ફેન પૂછ્યું, તમે અત્યાર સુધીની સૌથી ખુશ વસ્તુ શું કરી છે? અને તેણે જવાબ આપ્યો, પોતાના સૌથી શ્રેષ્ઠ મિત્ર સાથે લગ્ન. જ્યારે રશ્મિકાને તેના બ્યુટી સિક્રેટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે તેના સંબંધ વિશે પણ વાત કરી. તેણે કહ્યું, હું કહીશ કે એવી વ્યક્તિ સાથે રહો જે તમારામાં રહેલા બાળકનું રક્ષણ કરે, ખુશ રહો અને તેમનામાં રહેલા બાળકનું પણ રક્ષણ કરો. તમે બન્ને ખુશ રહેશો અને તમે બધા ખુશ રહેશો.. ખૂબ-ખૂબ ખુશ...
રશ્મિકાએ આસ્ક મી એનિથિગમાં તેની આગામી હિન્દી ફિલ્મ વિશે પણ વાત કરી. તેના કેરેક્ટર દિયાનું વર્ણન કરતા લખ્યું, દિયા સાઉથ દિલ્હીની છે.. તેના પરિવાર, મિત્રો અને બધા તેને પ્રેમ કરે છે... તે એક એવી વ્યક્તિ છે જે જિદ્દી છે અને ઇચ્છે છે કે તેનું પ્લાનિગ સફળ થાય અને કારણ કે દરેક તેને પ્રેમ કરે છે, તે ખાતરી કરે છે કે તેની વાત માનવામાં આવે. તે તમે જાણો છો તે રશ્મિકાથી સંપૂર્ણપણે અલગ છે.
જ્યારે ચતાહકોએ તેને ક્રિતિ સાથે કામ કરવા વિશે પૂછ્યું ત્યારે તેણે જવાબ આપ્યો, મને ક્રિતિ સાથે કામ કરવાની મજા આવી. કારણ કે તમને ગર્લની એનર્જીની જરૂર હોય છે અને અમારું બોન્ડિંગ તરત જ થઇ ગયું. હું હંમેશા તેને સપોર્ટ કરીશ અને મને આશા છે કે અમે સાથે ઘણી વધુ ફિલ્મો કરીશું. શાહિદે વિશે વાત કરતાં રશ્મિકાએ કહ્યું, તે ક્યારેય બોરિગ પર્સન નથી... તે હંમેશા ખાતરી કરે છે કે આપણે બધા ખુશ રહીએ, હસતા રહીએ અને તેનું ધ્યાન રાખવામાં આવે.. તે આવી વ્યક્તિ છે. તમે જાણો છો કે તેની સાથે સેટ પર તમારો સમય ખૂબ જ સારો રહેશે. તેની સાથે કામ કરવાનો અનુભવ ખરેખર-ખૂબ જસારો હતો અને મને આશા છે કે મને તેની સાથે ફરીથી કામ કરવાની તક મળશે..
