<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 29th May 2026

ફિલ્‍મ અભિનેતા પરેશ રાવલનો આવતીકાલે જન્‍મ દિવસઃ ૭૨માં વર્ષમાં મંગલ પ્રવેશ

૨૦૦થી વધુ ફિલ્‍મોમાં કર્યો છે અભિનયઃ પદ્મશ્રી વિજેતા છેઃ ‘‘બાબુરાવ''ના પાત્ર દર્શકોમાં આજે પણ જીવંત

(જીતેન્‍દ્ર રૂપારેલિયા....) વાપી તા.૨૯:  પરેશ રાવલ ભારતીય ફિલ્‍મ જગત ના સૌથી લોકપ્રિય અને બહુમુખીઅભિનેતા ઓ માં ના એક છે, તેઓ ખાસ કરીને કોમેડી, વિલન અને કેરેક્‍ટર રોલ માટે જાણીતા છે.

પરેશ રાવલનો જન્‍મ ૩૦ મે ૧૯૫૫ ના રોજ મુંબઈ માં એક ગુજરાતી પરિવાર માં થયો હતો,  તેમણે મુંબઈની નરસી મોનજી કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ ઇકોનોમિકસ  માં અભ્‍યાસ કર્યો હતો, શરૂઆતથી જ તેમને નાટ્‍યકલા માં રસ હતો અને તેમણે ગુજરાતી રંગભૂમિથી પોતાની કારકિર્દી શરૂ કરી.

પરેશ રાવલે પોતાની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકો અને થિયેટરથી કરી હતી. ૧૯૭૦ના દાયકામાં તેઓ ગુજરાતી રંગભૂમિમાં ખૂબ સક્રિય હતા. તેમના મજબૂત અવાજ, અભિનય અને ટાઈમિગને કારણે તેઓ ઝડપથી જાણીતા બન્‍યા.

પરેશ રાવલ ભારતીય ફિલ્‍મ જગત ના એવા અભિનેતા છે કે જેમણે વિલન, કોમેડી, ગંભીર પાત્ર, અને પાત્ર અભિનેતા તરીકે ભારે સફળતા મેળવી છે, પરેશ રાવલે ૧૯૮૦ના દાયકામાં ફિલ્‍મોમાં પ્રવેશ કર્યો, ત્‍યાર થી લઈને અત્‍યાર સુધી ની તેમની ફિલ્‍મી સફર જોઈએ તો

૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકામાં તેઓ વિલન તરીકે છવાયા, ફિલ્‍મ ગેંગસ્‍ટર, ભ્રષ્ટ અધિકારી, માં તેમનું નકારાત્‍મક પાત્ર માટે તેવો ખૂબ જાણીતા બન્‍યા, જોકે તેવો નામ, કબ્‍ઝા, રામ લખન, સર, મોહરા, બાઝી જેવી ફિલ્‍મો થી પ્રસિદ્ધ થયા, સરદાર, આ ફિલ્‍મમાં પરેશ ભાઈ રાવલે વલ્‍લભભાઈ પટેલનો  ભૂમિકા ભજવી હતી.

આ અભિનયને તેમની કારકિર્દીના શ્રેષ્ઠ અભિનયોમાં ગણવામાં આવે છે. ત્‍યાર બાદ વર્ષ ૨૦૦૦ માં આવેલી ફિલ્‍મ હેરા ફેરીએ તેમની કારકિર્દી બદલી નાખી, જેમાં તેમણે બાબુરાવ ગણપતરાવ આપ્‍ટે નું પાત્ર ભજવ્‍યું હતું પાત્ર ભારતીય સિનેમાના સૌથી લોકપ્રિય કોમિક પાત્રોમાંનું એક બન્‍યું, ફિલ્‍મ લોકપ્રિય ડાયલોગ બન્‍યો ઉઠા લે રે બાબા

આ ડાયલોગ આજે પણ સોશિયલ મીડિયા અને મીમ્‍સમાં ખૂબ લોકપ્રિય છે.

ત્‍યાર બાદ જાણે આવ્‍યો સુપરહિટ કોમેડી ફિલ્‍મો નો દોર, ફિર હેરા ફેરી, હંગામા, ગરમ મસાલા, માલામાલ વિકલી, ભાગમાં ભાગ, વેલકમ જેવી ફિલ્‍મો એ તેમને કોમેડી કિંગનું બિરૂદ અપાવ્‍યું

 પરેશ રાવલે ગંભીર અને સામાજીક વિષયો પર આધારિત ફિલ્‍મોમાં પણ ઉત્તમ અભિનય કર્યો, જેમાં ઓહ માય ગોડ, ટેબલ ન.૨૧, મેડ ઈન ચાઈના જેવી ફિલ્‍મો નો સમાવેશ થાય છે, આવો આપણે તેમની બધી ફિલ્‍મોની એક ઝલક જોઈએ તો

હોલી, અર્જુન, મહાસંગ્રામ, નામ, સમુંદર, ડાકુ હસીના, મિર્ચ મસાલા, કબ્‍જા, રામ લખન, હાથ કી સફાઈ, જુરમ, સ્‍વર્ગ, દિલ હૈ કી માનતા નહીં, સ્‍વર્ગ, દિલ હે કી માનતા નહી, જાનમ, પોલીસ ઓફિસર, સર, કિગ અંકલ, મોહરા, ક્રાંતિવીર, અંદાજ અપના અપના, બાઝી, રંગીલા,ગેમ્‍બલર, રાજા, જીત

છત્રપતિ શિવાજી, તમન્ના, દૌડ, હીરો નંબર ૧, બડે મિયાં છોટે મિયાં, ચાઇના ગેટ, હસીના માન જાયેગી વાસ્‍તવ , હેરા ફેરી, દુલ્‍હન હમ લે જાયેંગે નાયક, આવારા પાગલ દીવાના, આંખે, કેતકી, હંગામા, બાગબાન, હલચલ,એતરાઝ , ગરમ મસાલા,  દીવાના હુઆ પાગલ, ફિર હેરા ફેરી, માલા માલ વીકલી, ભાગમ ભાગ, ચુપ ચુપ કે, વેલ્‍કમ, ભૂલ ભુલૈયા, મેરા પેહલા પેહલા પ્‍યાર,દે  ધના ધન, રેડી, અતિથિ તુમ કબ જાઓગે,નો પ્રોબ્‍લેમ, તીસ માર ખાન, રેડી, ઓહ માય ગોડ, ટેબલ નં.૨૧,  રાજકુમાર,  રાજા નટવરલાલ, વેલકમ બેક, ધર્મ સંકટ મેં, ગેસ્‍ટ ઇન લંડન, સંજુ, મેડ ઈન ચાઈના, કુલી નંબર ૧, હંગામા ૨, સહિત અનેક ફિલ્‍મો માં અભિનય કરી પરેશ રાવલે લાખો દર્શકો ના દિલ માં જગ્‍યા બનાવી છે

પરેશ ભાઈ આજે પણ અનેક વેબ અને ફિલ્‍મ પ્રોજેક્‍ટ્‍સમાં સક્રિય છે, અને હેરા ફેરી ૩ સંબંધિત ચર્ચાઓમાં સતત સમાચારમાં જોવા મળે છે,આશરે ચાર દાયકા થી પણ વધુ ફિલ્‍મી યાત્રા કરનાર પરેશ ભાઈની ફિલ્‍મી યાત્રાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ વિલનથી કોમેડિયન બન્‍યા કોમેડિયનથી ગંભીર અભિનેતા બન્‍યા, થિયેટર, બોલીવૂડ અને ગુજરાતી સિનેમા એમ ત્રણેય ક્ષેત્રમાં સફળ રહ્યા ,૨૦૦થી વધુ ફિલ્‍મોમાં કામ કર્યું છે.

પરેશ રાવલ લાંબા સમયથી રાષ્ટ્રવાદી વિચારો તરફ ઝુકાવ ધરાવતા હતા , તેઓ જાહેર મંચો પર ઘણીવાર દેશભક્‍તિ, સંસ્‍કૃતિ અને સામાજિક મુદ્દાઓ અંગે પોતાના વિચારો વ્‍યક્‍ત કરતા હતા.

તેમનો સંપર્ક ધીમે ધીમે ભાજપના નેતાઓ સાથે વધ્‍યો અને પછી તેઓ સત્તાવાર રીતે ભાજપ સાથે જોડાયા, વર્ષ ૨૦૧૩-૨૦૧૪ દરમિયાન પરેશ રાવલ ખુલ્‍લેઆમ ભાજપના સમર્થનમાં દેખાવા લાગ્‍યા, નરેન્‍દ્ર મોદી અને ભાજપની નીતિઓને તેઓ જાહેર મંચો પર સમર્થન આપતા થયા, ૨૦૧૪ ની લોકસભા ચૂંટણી દરમિયાન તેઓ ભાજપના પ્રચારમાં સક્રિય રહ્યા,

૨૦૧૪ લોકસભા ચૂંટણી માં પરેશ રાવલે ગુજરાતની અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી.

કોંગ્રેસના ઉમેદવારને મોટા અંતરે હરાવી સાંસદ બની રાજકીય આલમ માં એન્‍ટ્રી મારી અને સાંસદ બન્‍યા, પરંતુ આગળ જતા ફિલ્‍મ કારકીર્દી ઉપર જ ધ્‍યાન આપ્‍યું

પરેશ રાવલના પારિવારિક જીવન વિશે જોઈએ તો તેમની પ્રેમકથા ફિલ્‍મી વાર્તા જેવી જ છે, પરેશ રાવલે વર્ષ ૧૯૮૭ માં અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ ઈન્‍ડિયા સ્‍વરૂપ સંપત સાથે લગ્ન કર્યા હતા, સ્‍વરૂપ સંપત ૧૯૭૯ ની મિસ ઈન્‍ડિયા વિજેતા રહી ચૂક્‍યા છે, તેવો જાણીતી અભિનેત્રી અને ટીવી કલાકાર હતા,

‘‘યે જો હૈ જિદગી'' જેવા લોકપ્રિય કાર્યક્રમથી પ્રસિદ્ધિ મેળવી, બાદમાં શિક્ષણ ક્ષેત્રે પણ મહત્‍વપૂર્ણ કાર્ય કર્યું, શિક્ષણમાં ભ્‍ત્ર્ઝ પણ મેળવી હતી ,પરેશ રાવલ અને સ્‍વરૂપ સંપતની પ્રેમકથા ખૂબ જાણીતી છે,  પરેશ રાવલે એક ઈન્‍ટરવ્‍યુમાં જણાવ્‍યું હતું કે તેમણે સ્‍વરૂપને પહેલીવાર જોઈ ત્‍યારે જ મિત્રને કહ્યું હતું:‘‘આ છોકરી મારી પત્‍ની બનશે.'' બન્નેએ લગભગ ૧૨ વર્ષ સુધી એકબીજાને ઓળખ્‍યા અને પછી લગ્ન કર્યા.

પરેશ રાવલ અને સ્‍વરૂપ સંપતને બે પુત્રો છે... આદિત્‍ય રાવલ કે જેઓ,અભિનેતા અને લેખક છે, ફિલ્‍મ ‘‘બમફાડ'' થી ઓળખ મળેલી ‘‘ફરાઝ'' ફિલ્‍મ માટે પ્રશંસા મેળવી, અને ફિલ્‍મફેર બેસ્‍ટ ડેબ્‍યૂ એવોર્ડ પણ મેળવ્‍યો છે, જ્‍યારે બીજો પુત્ર છે અનિરુદ્ધ રાવલ તેમના જીવન વિશે જાહેર જીવનમાં ઓછી માહિતી ઉપલબ્‍ધ છે. તેઓ મીડિયા અને ફિલ્‍મી દુનિયાથી થોડા દૂર રહે છે.

કહેવાય છે કે પરેશ રાવલ પરિવારપ્રેમી, સરળ જીવનશૈલી ધરાવતા, પત્‍ની સાથે મજબૂત સમજણ ધરાવતા અને સંતાનોને સ્‍વતંત્રતા અને શિસ્‍ત આપનાર મનાય છે.

ભારત સરકાર દ્વારા પરેશ ભાઈ ને પદ્મશ્રી પુરસ્‍કાર પણ આપવામાં આવ્‍યો છે, ફિલ્‍મફેર એવોર્ડ, રાષ્ટ્રિય ફિલ્‍મ પુરસ્‍કાર જેવા અનેક એવોર્ડ પણ મળ્‍યા છે

(3:38 PM IST)