જેઠાલાલ લે છે એક એપીસોડના ૧.પ૦ લાખ : જાણો કુલ સંપત્તિ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું મુખ્ય પાત્ર ભજવતા દિલીપ જોષીની અજાણી વાતો

મુંબઇઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ જેઠાલાલ (દિલીપ જોશી) ટેલિવિઝન જગતના સૌથી વધુ કમાણી કરતા અભિનેતાઓમાં સામેલ છ. તેમની કુલ સંપત્તિ આશરે રૂા.૪૭ કરોડથી વધુ છ. તેઓ પ્રતિ એપિસોડ રૂા.૧.૫ લાખ ફી ચાર્જ કરે છે, જેમાંથી તેમની માસિક આવક રૂા.૩૬ લાખ જેટલી થાય છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલના લોકપ્રિય કલાકાર દિલીપ જોશી દર વર્ષે અંદાજિત રૂા.૪ થી રૂા.૫ કરોડ કમાય છે. આ કમાણી માત્ર સિરિયલની ફી સુધી સીમિત નથી, પરંતુ તેઓ બ્રાન્ડ પ્રમોશન, જાહેરાતો અને સોશિયલ મીડિયા દ્વારા પણ ખૂબ મોટી રકમ મેળવે છે.
કરોડોની સંપત્તિના માલિક એવા દિલીપ જોશી લક્ઝરી જીવનશૈલી ધરાવે છે. તેમની પાસે આશરે રૂા.૮૦ લાખની કિંમતની લક્ઝરી Audi Q7 કાર છ. આ ઉપરાંત તેમને ટોયોટા ઇનોવા જેવી ગાડીઓનો પણ શોખ છે.
દિલીપ જોશીએ અભિનેતા તરીકે સફળતા મેળવ્યા પહેલા ૫ વર્ષ સુધી ટ્રાવેલ એજન્ટ તરીકે કામ કર્યું હતું& તેઓ મુંબઈથી અમદાવાદ અને મુંબઈથી ભાવનગર વચ્ચે લક્ઝરી બસો ચલાવતા હતા, જેમાં તેમને ઓછો નફો મળતો હતો& ત્યારબાદ ‘મૈને પ્યાર કિયા' (૧૯૮૯) ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી અને આજે તેઓ કરોડોના માલિક છે.
