<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 22nd May 2026

બોબી દેઓલની ફિલ્‍મ ‘બંદર'નું ટ્રેલર જાહેર

ફિલ્‍મ ૫ જૂન ૨૦૨૬ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે

મુંબઇ તા.૨૨: અનુરાગ કશ્‍યપની નવી ફિલ્‍મ ‘બંદર'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્‍મમાં બોબી દેઓલ મુખ્‍ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્‍મને નીખિલ દ્વિવેદીની ‘સૈફરન મેજિકવર્ક્‍સ' દ્વારા પ્રોડ્‍યુસ કરવામાં આવી છે અને ‘ઝી સ્‍ટુડિયોઝ' તેનો સપોર્ટ કરી રહ્યું છે. ફિલ્‍મ ૫ જૂન ૨૦૨૬ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ફિલ્‍મના ટીઝર પછી હવે ટ્રેલરે પણ દર્શકોનું ધ્‍યાન ખેંચ્‍યું છે. ટ્રેલરમાં સસ્‍પેન્‍સ, બોલ્‍ડ ડાયલોગ, હળવો હ્યુમર અને અલગ પ્રકારની સ્‍ટોરી જોવા મળે છે. બોબી દેઓલ પહેલીવાર અનુરાગ કશ્‍યપ સાથે કામ કરી રહ્યા છે અને તેઓ એક નવા અંદાજમાં જોવા મળી રહ્યા છે.

ટ્રેલરમાં બોબી દેઓલ એક એવા વ્‍યક્‍તિનું પાત્ર ભજવી રહ્યા છે જે એક સમયે જાણીતો સ્‍ટાર હતો, પરંતુ હવે જૂની લોકપ્રિયતા પર જીવી રહ્યો છે. સ્‍ટેજ પર તે આત્‍મવિશ્વાસથી ભરેલો દેખાય છે, પરંતુ વ્‍યક્‍તિગત જીવનમાં એકલો છે. વાર્તામાં એક ઘટના પછી તેની જિદગી બદલાઈ જાય છે અને તે મુશ્‍કેલીમાં ફસાઈ જાય છે.

ટ્રેલરમાં બતાવવામાં આવ્‍યું છે કે શરૂઆતમાં જે પાત્ર પર લોકો હસે છે, તે થોડા સમય પછી જેલમાં પહોંચી જાય છે. તેની આસપાસના લોકો અને પરિસ્‍થિતિઓ પણ બદલાતી જોવા મળે છે. ફિલ્‍મમાં સાન્‍યા મલ્‍હોત્રા, રાજ બી શેટ્ટી, સપના પબ્‍બી, સબા આઝાદ, ઋદ્ધિ સેન, જીતેન્‍દ્ર જોશી, ઇન્‍દ્રજીત અને નાગેશ ભોંસલે જેવા કલાકારો પણ મહત્‍વની ભૂમિકામાં છે.

મેકર્સના જણાવ્‍યા અનુસાર, ફિલ્‍મ સત્‍ય ઘટનાઓથી પ્રેરિત છે. સ્‍ટોરી એવા સિસ્‍ટમ પર આધારિત છે જ્‍યાં હંમેશા બધું યોગ્‍ય રીતે કામ કરતું નથી. ફિલ્‍મમાં સાચું અને ખોટું વચ્‍ચેનો ફરક પણ અલગ રીતે બતાવવામાં આવ્‍યો છે.

‘બંદર'નું દિગ્‍દર્શન અનુરાગ કશ્‍યપે કર્યું છે, જ્‍યારે ફિલ્‍મની સ્‍ટોરી અને સ્‍ક્રિપ્‍ટ સુદીપ શર્મા અને અભિષેક બેનર્જીએ લખી છે. આ બંને અગાઉ ‘પાતાલ લોક', ‘કોહરા' અને ‘ઉડતા પંજાબ' જેવી લોકપ્રિય સ્‍ટોરી પર કામ કરી ચૂક્‍યા છે.

ફિલ્‍મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે અને દર્શકો બોબી દેઓલના નવા અંદાજને પસંદ કરી રહ્યા છે.

(9:57 AM IST)