દીપિકા પાદુકોણ ૫૦ વર્ષથી ઓછી ઉંમરના ભારતના ટોચના બોક્સ ઓફિસ સ્ટાર્સમાં સામેલ
દીપિકા પાદુકોણને સતત ૧૪મી વખત ‘‘નંબર ૧ હિરોઇન ઇન ધ કન્ટ્રી'' તરીકે પણ પસંદ કરવામાં આવી હતી

મુંબઈ,તા.૧૧: દીપિકા પાદુકોણ ભારતીય સિનેમાની સૌથી પ્રભાવશાળી અને વ્યાપારી રીતે સફળ સ્ટાર્સમાં પોતાની મજબૂત સ્થિતિ સતત જાળવી રાખી રહી છે. દીપિકાએ હવે ‘‘ટોપ ૧૦ ઇન્ડિયન સ્ટાર્સ અન્ડર ૫૦ રૂલિગ ધ બોક્સ ઓફિસ'' યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ અહેવાલ એક અગ્રણી પ્રકાશનના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે. આ યાદીમાં એવા કલાકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમણે બ્લોકબસ્ટર ફિલ્મો, લોકપ્રિયતા અને લાંબા ગાળાની કારકિર્દી દ્વારા ભારતીય સિનેમાને સતત પ્રભાવિત કર્યું છે. આ રિપોર્ટમાં દીપિકા પાદુકોણનાં ખાસ વખાણ કરતાં જણાવાયું કે તેણે વર્ષો દરમિયાન વ્યાપારી સફળતા અને સમીક્ષકોની પ્રશંસા વચ્ચેનું દુર્લભ સંતુલન જાળવી રાખ્યું છે. પ્રકાશને તેને હિન્દી સિનેમાની ‘‘સૌથી વિશ્વસનીય અને લાંબા સમય સુધી ટકી રહેલી એક્ટ્રેસમાંની એક'' ગણાવી.
રિપોર્ટમાં લખવામાં આવ્યું, ‘‘દીપિકા પાદુકોણની સ્ટારડમમાં એક એવી શાંતિ છે જે ભ્રમિત કરી શકે. પરંતુ તેની શાંતિપૂર્ણ છબી પાછળ હિન્દી સિનેમાની સૌથી મજબૂત અને વિશ્વસનીય સ્ટાર્સમાંથી એક વ્યક્તિ છુપાયેલી છે એવી અભિનેત્રી જેણે બે દાયકાઓ સુધી ભવ્યતા અને અભિનયની ઊંડાઈને સફળતાપૂર્વક જોડીને રાખી છે.''
આગળ રિપોર્ટમાં તેની ફિલ્મોગ્રાફીની વિવિધતાની પણ નોંધ લેવામાં આવી હતી, જેમાં પિકુ, પદ્માવત અને પઠાણ જેવી ફિલ્મોમાંના તેના અભિનયનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, દીપિકાએ ભાવનાત્મક રીતે ગહન પાત્રો અને મોટા વ્યાપારી મનોરંજન વચ્ચે સરળતાથી ટ્રાન્ઝિશન કર્યું છે અને તેમ છતાં પોતાની અલગ ઓળખ જાળવી રાખી છે.
રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું કે સતત સ્પર્ધા અને બદલાતા ટ્રેન્ડ્સ વચ્ચે પણ દીપિકાની સફળતા સ્થિર રહી છે. તેની કારકિર્દીને ‘‘લાંબા ગાળાની ટકાઉ, આંતરિક સમજ અને શાંત નિયંત્રણ'' પર આધારિત ગણાવવામાં આવી.
આ વર્ષે દીપિકા પાદુકોણને સતત ૧૪મી વખત ‘‘નંબર ૧ હિરોઇન ઇન ધ કન્ટ્રી'' તરીકે પણ પસંદ કરવામાં આવી હતી, જે તેની લોકપ્રિયતા અને પ્રભુત્વને વધુ મજબૂત બનાવે છે. છેલ્લા બે દાયકાઓમાં દીપિકાએ અનેક વ્યાપારી રીતે સફળ ફિલ્મો આપી છે અને મુખ્યધારાની હિન્દી સિનેમામાં મહિલા પાત્રોની રજૂઆતને નવી દિશા આપી છે. દીપિકાના કામની વાત કરીએ તો, દીપિકા હવે કિમાં જોવા મળશે, જેને સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરી રહ્યા છે અને જેમાં શાહરુખ ખાન લીડ રોલમાં છે. ઉપરાંત તે રાકામાં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જેનું ડિરેક્શન અટલી કરે છે અને જેમાં અલ્લુ અર્જૂન કો-એક્ટર છે.
