<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 5th May 2026

આ અઠવાડિયે થિયેટર્સ અને ઓટીટી પર ૫ હિન્‍દી ફિલ્‍મો જોવા મળશે

નીતુ કપૂરથી લઈને પલક તિવારી અને નવાઝુદ્દીન સિદ્દીકી સુધી આ અઠવાડિયે ફિલ્‍મોની વેરાયટી જોવા મળશે

મુંબઇ તા.૫: મે ૨૦૨૬ના બીજા અઠવાડિયે ફિલ્‍મોની વેરાયટી જોવા મળશે, કૃષ્‍ણની પૌરાણિક કથા આધારીત ફિલ્‍મ, ફેમિલી કોમેડી અને ઇન્‍ટેન્‍સ થ્રિલર્સનું રસપ્રદ મિશ્રણ લઈને આવ્‍યું છે. હવે વેકેશનની મોસમ શરૂ થઈ ગઈ છે, ત્‍યારે ફેમિલી ફિલ્‍મ એક પછી એક એવી રહી છે. નીતુ કપૂર થી લઈને નવાઝુદ્દીન સિદ્દીકી, સંજય દત્ત અને યંગ કલાકાર પલક તિવારી સુધી, અનેક સેલેબ્‍સ આ અઠવાડિયે દર્શકોને મનોરંજન આપવા માટે તેમના પ્રોજેક્‍ટ્‍સ લઈને આવી રહ્યાં છે.

કૃષ્‍ણાવતારમ પાર્ટ ૧: ધ હાર્ટ

કાસ્‍ટઃ સિદ્ધાર્થ ગુપ્તા, સંસ્‍કૃતિ જયના, સુષ્‍મિતા ભટ

ડિરેક્‍ટરઃ હાર્દિક ગજ્જર

રિલીઝઃ મે ૭, ૨૦૨૬, થિયેટર્સમાં

કૃષ્‍ણાવતારમ પાર્ટ ૧: ધ હાર્ટ ભગવાન કૃષ્‍ણના જીવનને નવી રીતે રજૂ કરતી મહત્ત્વાકાંક્ષી ટ્રિલોજીનો પહેલો ભાગ છે. તે કૃષ્‍ણની વૃંદાવન છોડવાની ભાવનાત્‍મક યાત્રા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરે છે. જે ગુજરાતી લેખક રામ મોરી દ્વારા લખવામાં આવી છે. તેમાં સંસ્‍કૃતિ જયના સત્‍યભામાના રોલમાં જોવા મળશે.

મૈં એક્‍ટર નહીં હું

કાસ્‍ટઃ નવાઝુદ્દીન સિદ્દીકી, ચિત્રાંગદા સતરૂપા

ડિરેક્‍ટરઃ આદિત્‍ય કૃપલાણી

રિલીઝઃ મે ૮, ૨૦૨૬, થિયેટર્સમાં

મૈં એક્‍ટર નહીં હું ભારતમાં એક નિરાશ અભિનેતા અને ફ્રેન્‍કફર્ટમાં નિવૃત્ત બેન્‍કર વચ્‍ચે ઓનલાઈન ઓડિશન દ્વારા બનેલાં જોડાણની વાર્તા દર્શાવે છે. ફિલ્‍મ વિશે વધુ જણાવતાં નિર્માતાઓએ લખ્‍યું, ‘‘નવાઝુદ્દીન સિદ્દીકી અને ચિત્રાંગદા સતરૂપા આ ફિલ્‍મમાં મુખ્‍ય રોલમાં જોવા મળે છે, જેમાં એક બેન્‍કર બે દેશોમાંભારત અને જર્મનીએક અભિનેતા પાસેથી અભિનય શીખે છે.''

દાદી કી શાદી

કાસ્‍ટઃ નીતુ કપૂર, કપિલ શર્મા, રિદ્ધિમા કપૂર સહાની, સાદિયા ખાતીબ

ડિરેક્‍ટરઃ આશિષ આર મોહન

રિલીઝઃ મે ૮, ૨૦૨૬, થિયેટર્સમાં

દાદી કી શાદી એક હળવી ફેમિલી એન્‍ટરટેઇનર છે, જેમાં દાદીના અચાનક લગ્નના પ્‍લાન્‍સ પર આધારિત મજેદાર કથા છે. આ કોમિક ફિલ્‍મ વિકએન્‍ડ માટે મસ્‍ટ-વોચ છે. આ એક વેકેશનમાં ફેમિલીને જોવા મળે એવી ફિલ્‍મ છે, જેનાથી રિદ્ધિમા કપૂર સહાની માતા નીતુ કપૂર સાથે ડેબ્‍યુ કરી રહી છે.

આખરી સવાલ

કાસ્‍ટઃ સંજય દત્ત, અમિત સાધ, નામાશી ચક્રવર્તી

ડિરેક્‍ટરઃ અભિજીત મોહન વારંગ

રિલીઝઃ મે ૮, ૨૦૨૬, થિયેટર્સમાં

આખરી સવાલ સત્‍ય ઘટનાઓ પર આધારિત એક ઇન્‍ટેન્‍સ ડ્રામા ફિલ્‍મ છે. આ પહેલી ફિલ્‍મ છે, જે સાઇન લેંગ્‍વેજ સાથે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્‍મ અંગેની એક સોશિયલ મીડિયા પોસ્‍ટની કેપ્‍શનમાં નિર્માતાઓએ લખ્‍યું, ‘‘૬ ડિસેમ્‍બર ૧૯૯૨. એક સચ્‍ચાઈ. એક આરોપ.''

મૈં એક્‍ટર નહીં હું

કાસ્‍ટઃ નવાઝુદ્દીન સિદ્દીકી, ચિત્રાંગદા સતરૂપા

ડિરેક્‍ટરઃ આદિત્‍ય કૃપલાણી

રિલીઝઃ મે ૮, ૨૦૨૬, થિયેટર્સમાં

મૈં એક્‍ટર નહીં હું ભારતમાં એક નિરાશ અભિનેતા અને ફ્રેન્‍કફર્ટમાં નિવૃત્ત બેન્‍કર વચ્‍ચે ઓનલાઈન ઓડિશન દ્વારા બનેલાં જોડાણની વાર્તા દર્શાવે છે. ફિલ્‍મ વિશે વધુ જણાવતાં નિર્માતાઓએ લખ્‍યું, ‘‘નવાઝુદ્દીન સિદ્દીકી અને ચિત્રાંગદા સતરૂપા આ ફિલ્‍મમાં મુખ્‍ય રોલમાં જોવા મળે છે, જેમાં એક બેન્‍કર બે દેશોમાંભારત અને જર્મનીએક અભિનેતા પાસેથી અભિનય શીખે છે.''

લુખ્‍ખે

કાસ્‍ટઃ કિંગ, રાશી ખન્ના, લક્ષવીર સિહ સરણ, પલક તિવારી, નકુલ રોશન સહદેવ, કૃતિકા ભારદ્વાજ, શિવાંકિત પરિહાર, યોગરાજ સિહ, આયેશા રાઝા, આકર્ષ ખુરાણા

ડિરેક્‍ટરઃ હિમાંક ગૌર

રિલીઝઃ મે ૮, ૨૦૨૬, પ્રાઈમ વીડિયો

લુક્કે એક સ્‍લાઈસ-ઓફ-લાઈફ મ્‍યુઝિકલ ડ્રામા છે, જે યુવાનોના એક ગ્રુપનાં જીવન અને મહત્ત્વાકાંક્ષાઓ વચ્‍ચેની યાત્રાની વાત કરે છે. પંજાબમાં આકાર લેતી આ ફિલ્‍મ સંગીતકાર/રેપર કિગનીએક્‍ટિંગ ડેબ્‍યુ ફિલ્‍મ છે.

(10:14 AM IST)