<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 29th April 2026

કરીના કપૂર બની દિલજીત દોસાંજની 'ફોર્એવર ફેન ગર્લ': હોલીવુડના મંચ પર પંજાબી મુંડાનો જાદુ જોઈ બેબો આફરીન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો પ્રેમ

અમેરિકાના ફેમસ શો 'ધ ટુનાઈટ શો'માં દિલજીતે બીજીવાર મચાવી ધૂમ; 'મોરની' ગીત પર ઝૂમી ઉઠ્યું હોલીવુડ, કરીનાએ વીડિયો શેર કરી ગણાવ્યો ગૌરવની ક્ષણ

રાજકોટ: બોલિવૂડની 'કપૂર ગર્લ' કરીના કપૂર ખાન અત્યારે સાચા અર્થમાં એક ફેન ગર્લ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંજે અમેરિકાના પ્રખ્યાત ટોક શો 'ધ ટુનાઈટ શો સ્ટારિંગ જીમી ફેલન'માં બીજીવાર ધમાકેદાર પરફોર્મન્સ આપીને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. દિલજીતનો આ ગ્લોબલ જાદુ જોઈને કરીના પણ પોતાને રોકી શકી નથી અને ઈન્સ્ટાગ્રામ પર દિલજીતના વખાણ કરતા તેને પોતાનો ફેવરિટ કલાકાર ગણાવ્યો છે.
કરીના કપૂરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર દિલજીતનો વીડિયો શેર કરતા લખ્યું, "ફોર્એવર અ ફેન ગર્લ" (કાયમ માટે ફેન). ઉલ્લેખનીય છે કે કરીના અને દિલજીત વચ્ચે જૂની અને ગાઢ મિત્રતા છે. બંનેએ 'ઉડતા પંજાબ', 'ગુડ ન્યૂઝ' અને તાજેતરમાં આવેલી હિટ ફિલ્મ 'ક્રૂ'માં સાથે કામ કર્યું છે. કરીના ઘણીવાર દિલજીતની નમ્રતા અને તેની અદભૂત ગાયકીના વખાણ કરતી જોવા મળે છે.
હોલીવુડમાં દિલજીતનો દબદબો
દિલજીત દોસાંજ માટે આ ગૌરવની ક્ષણ હતી કારણ કે તે જીમી ફેલનના શોમાં બીજી વખત જોવા મળ્યો હતો. આ એપિસોડ દરમિયાન દિલજીતે પોતાના પ્રખ્યાત ટ્રેક 'મોરની' પર જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું. શો દરમિયાન તેણે કેનેડાના વેનકુવરમાં તેના તાજેતરના કોન્સર્ટ વિશે પણ વાત કરી હતી, જ્યાં 55,000 થી વધુ લોકો ઉમટી પડ્યા હતા. વર્ષ 2024માં જ્યારે દિલજીત પહેલીવાર આ શોમાં આવ્યો હતો, ત્યારે તેની સફેદ ધોતી-કુર્તા અને પાઘડીવાળા લુકની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ હતી.
વર્ક ફ્રન્ટ પર કરીના
કરીના કપૂર ખાનના કામની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત ઇન્વેસ્ટિગેટિવ ક્રાઇમ થ્રિલર 'દાયરા'માં જોવા મળશે, જેમાં તેની સાથે પૃથ્વીરાજ સુકુમારન પણ હશે. આ પહેલા તે 'ક્રૂ' અને 'ધ બકિંગહામ મર્ડર્સ' જેવી ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો દમ બતાવી ચૂકી છે. અત્યારે તો કરીના તેના કામ કરતા તેના મનપસંદ ગાયક દિલજીતની સફળતાને એન્જોય કરી રહી છે અને દેશના કલાકારને આંતરરાષ્ટ્રીય મંચ પર ચમકતો જોઈને ગર્વ અનુભવી રહી છે.

(9:32 PM IST)