<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 18th April 2026

મોતના મુખમાંથી ત્રણ વાર પાછો ફર્યો અક્ષય કુમાર: શૂટિંગ દરમિયાન શરીરના બે ટુકડા થઈ ગયા હોત, ખિલાડીએ સંભળાવી રૂંવાડા ઉભા કરી દે તેવી આપવીતી!

બોટ સ્ટંટમાં કપાઈ ગયું હોત અડધું શરીર તો બિલ્ડિંગ પરથી કૂદવામાં અટકી ગયો હતો જીવ: VFX વગરના એ જમાનામાં અસલી જોખમ ખેડનાર અક્ષયે વર્ષો પછી ખોલ્યા ગંભીર રહસ્યો

રાજકોટ : બોલીવુડમાં સ્ટંટ કિંગ તરીકે જાણીતો અક્ષય કુમાર આજે પણ 58 વર્ષની ઉંમરે તેના જોખમી સ્ટંટ જાતે કરવા માટે મશહૂર છે. પરંતુ, તાજેતરમાં એક પોડકાસ્ટ દરમિયાન અક્ષયે એવા ચોંકાવનારા ખુલાસા કર્યા છે કે જે સાંભળીને કોઈ પણ ફૅન્સના શ્વાસ અધ્ધર થઈ જાય. અક્ષયે જણાવ્યું કે તેની ફિલ્મી કારકિર્દીમાં ત્રણ એવા કિસ્સા બન્યા હતા જ્યારે તે યમરાજના દરવાજે પહોંચીને પાછો આવ્યો હતો.
બોટની ટક્કરમાં શરીરના બે ટુકડા થઈ ગયા હોત!
અક્ષયે ફિલ્મ ‘ઇન્ટરનેશનલ ખિલાડી’ના શૂટિંગને યાદ કરતા કહ્યું કે, એક સીનમાં તેણે બોટ પર સ્ટંટ કરવાનો હતો. સામેથી એક વિશાળ કેટામરન (જહાજ) આવી રહ્યું હતું અને અક્ષયની બોટ તેમાંથી પસાર થવાની હતી. જો જરા પણ ચૂક થઈ હોત તો અક્ષયનું અડધું શરીર કપાઈ ગયું હોત. અક્ષયે આ ઘટનાને તેની જિંદગીની સૌથી ભયાનક ક્ષણ ગણાવી હતી.
VFX વગરનો એ જોખમી કૂદકો
ફિલ્મ ‘સૈનિક’ના દિવસો યાદ કરતા અક્ષયે કહ્યું કે, તે સમયે અત્યાર જેવી ટેકનોલોજી કે VFX નહોતા. એક બિલ્ડિંગ પરથી બીજી બિલ્ડિંગ પર કૂદકો મારવાનો હતો. આ દરમિયાન તેનો હાથ લપસ્યો અને શરીર થાકી ગયું હતું. જો તે સમયે પકડ છૂટી ગઈ હોત તો પરિણામ જીવલેણ આવી શક્યું હોત. બધું જ જાતે કરવાનું હોવાથી જોખમ અનેકગણું વધી જતું હતું.
હોટ એર બલૂનમાંથી ડૂબકી
ત્રીજી ઘટના ‘ખિલાડી 786’ દરમિયાન બની હતી. અક્ષયે હવામાં ઉડતા ગરમ હવાના ફુગ્ગા (Hot Air Balloon) માંથી ડૂબકી લગાવવાની હતી. આ સ્ટંટ પણ એટલો જ જોખમી હતો કે જો સહેજ પણ ગણતરી ખોટી પડી હોત તો જીવ બચવો મુશ્કેલ હતો. અક્ષયે સ્વીકાર્યું કે આ અકસ્માતોએ તેને શીખવ્યું છે કે એક ક્ષણની ભૂલ મોત નોતરી શકે છે.
બોક્સ ઓફિસ પર નિરાશા
એક તરફ અક્ષયના સાહસોની ચર્ચા છે, તો બીજી તરફ તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ભૂત બંગલા’ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. નકારાત્મક રિવ્યુ અને નબળા પ્રદર્શનને કારણે આ ફિલ્મ દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહી છે. છતાં, અક્ષયનો આત્મવિશ્વાસ ડગ્યો નથી અને તે હજુ પણ સાહસો ખેડવા તૈયાર છે.

(10:50 PM IST)