<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 18th April 2026

રાજસ્થાનનો 'ચોમુ પેલેસ': અક્ષય કુમારની 'ભૂત બંગલા ' પાછળનું અસલી રહસ્ય અને શાહી ઠાઠ

૩૫૦ વર્ષ જૂના ઐતિહાસિક કિલ્લામાં 'ભૂલ ભુલૈયા' બાદ ફરી એકવાર ડર અને હાસ્યનો સંગમ : રજવાડી સ્થાપત્ય અને મહારાજા સ્યુટના લાખોના ભાડા વચ્ચે શું આ મહેલ ખરેખર ભૂતિયા છે?

જયપુર: અક્ષય કુમાર અને દિગ્દર્શક પ્રિયદર્શનની જોડી જ્યારે પણ સાથે આવે છે, ત્યારે થિયેટરોમાં હાસ્ય અને રોમાંચનું મોજું ફરી વળે છે. તેમની લેટેસ્ટ ફિલ્મ "ભૂત બંગલા " એ માત્ર વાર્તાથી જ નહીં, પણ તેમાં દેખાતી ભવ્ય અને રહસ્યમય હવેલીથી પણ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. હકીકતમાં, આ કોઈ ફિલ્મ સેટ નથી, પરંતુ રાજસ્થાનની શાન ગણાતો 'ચોમુ પેલેસ' છે. જયપુરથી આશરે ૪૫ કિલોમીટર દૂર નેશનલ હાઈવે-૧૧ પર સ્થિત આ મહેલ તેની ૩૫૦ વર્ષ જૂની ભવ્યતા અને રાજપૂત-મુઘલ શૈલીના મિશ્રણ માટે વિશ્વભરમાં જાણીતો છે. રસપ્રદ વાત એ છે કે આ એ જ મહેલ છે જ્યાં અગાઉ આઈકોનિક ફિલ્મ 'ભૂલ ભુલૈયા' ના રહસ્યમય દ્રશ્યો પણ શૂટ કરવામાં આવ્યા હતા, જેણે તેને બોલિવૂડની હોરર-કોમેડી ફિલ્મો માટેનું ફેવરિટ લોકેશન બનાવી દીધું છે.

આ ઐતિહાસિક ઈમારતનો પાયો ઈ.સ. ૧૫૫૦માં જયપુર રાજવી પરિવારના વંશજ રાવ ગોપાલજી દ્વારા નાખવામાં આવ્યો હતો. શરૂઆતમાં એક મજબૂત કિલ્લા તરીકે નિર્મિત આ સ્થાપત્ય સમય જતાં એક ભવ્ય મહેલમાં પરિવર્તિત થયું. આજે તે એક અતિ-આધુનિક હેરિટેજ હોટેલ છે, જેમાં ૧૦૦થી વધુ વૈભવી સ્યુટ્સ છે. અહીંના 'મહારાજા' અને 'મહારાણી' સ્યુટ્સમાં રોકાવાનો અનુભવ તમને સીધો રાજા-રજવાડાઓના યુગમાં લઈ જાય છે. જોકે, આ શાહી વૈભવનો આનંદ માણવો દરેકના વશની વાત નથી, કારણ કે અહીં એક રાત પસાર કરવાનું ભાડું અંદાજે ₹૪૦,૦૦૦ થી શરૂ થાય છે, જે સિઝન અને સગવડો મુજબ ઘણું ઊંચું પણ જઈ શકે છે. મહેલની અંદર ૧૨૦ બેઠકો ધરાવતો વિશાળ 'દરબાર' છે, જ્યાં આજે પણ પ્રાચીન શૈલીમાં ભોજન પીરસવામાં આવે છે.

ફિલ્મી પડદે આ મહેલને જે રીતે ડરામણો બતાવવામાં આવે છે, તેના કારણે પ્રવાસીઓમાં હંમેશા એક જિજ્ઞાસા રહે છે કે શું આ મહેલ ખરેખર ભૂતિયા છે? મહેલની શાંતિ, ઊંચી દીવાલો, કોતરણીવાળા ઝરૂખા અને પ્રાચીન કલાકૃતિઓ રાત્રિના સમયે એક ગૂઢ વાતાવરણ સર્જે છે, જે અફવાઓને બળ આપે છે. જોકે, હોટેલ મેનેજમેન્ટ અને સ્થાનિકોનું માનવું છે કે આ માત્ર ફિલ્મી કરિશ્મા અને પ્રવાસનને આકર્ષવા માટેની વાતો છે. વાસ્તવમાં, ચોમુ પેલેસ એ ભારતીય સ્થાપત્યકલાનો એક અદભૂત નમૂનો છે, જેની ભવ્યતાને ડાયરેક્ટર પ્રિયદર્શને પોતાની સિનેમેટિક દ્રષ્ટિથી ભૂત બંગલામાં માં જીવંત કરી છે. આરસપહાણની સજાવટ અને રજવાડી આતિથ્ય સત્કાર વચ્ચે અહીં વિતાવેલી એક રાત ભય કરતા વધુ વૈભવની અનુભૂતિ કરાવે છે.

(6:36 PM IST)