<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 4th April 2026

OTT લવર્સ માટે લોટરી: 'ધ ફેમિલી મેન 4' થી 'પંચાયત 5' સુધી, 2026 માં ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે આ ધમાકેદાર ફિલ્મો અને સીરીઝ

મનોજ બાજપેયી અને જિતેન્દ્ર કુમાર ફરી મચાવશે ધૂમ: માધુરી દીક્ષિતની ડાર્ક કોમેડી અને રાજકુમાર રાવની 'ટોસ્ટર' પણ લાઈનમાં, જુઓ આગામી બ્લોકબસ્ટરનું આખું લિસ્ટ

મુંબઈ, તા.૪: જો તમે પણ વીકેન્ડમાં પોપકોર્ન સાથે OTT પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબ સીરીઝ જોવાનો શોખ ધરાવો છો, તો વર્ષ 2026 તમારા માટે મનોરંજનનો ખજાનો લઈને આવી રહ્યું છે. એમેઝોન પ્રાઇમ વિડિયો અને નેટફ્લિક્સ જેવા દિગ્ગજ પ્લેટફોર્મ્સ પર એક પછી એક મોટી સિક્વલ અને નવી ફિલ્મો દસ્તક દેવા માટે તૈયાર છે. આ વર્ષે માત્ર નવા વિષયો જ નહીં, પરંતુ લોકપ્રિય પાત્રોની વાપસી પણ પ્રેક્ષકોને રોમાંચિત કરશે.
સૌથી વધુ જેની રાહ જોવાઈ રહી છે તે 'ધ ફેમિલી મેન' ની ચોથી સીઝન અને 'પંચાયત' ની પાંચમી સીઝન છે. શ્રીકાંત તિવારીના પાત્રમાં મનોજ બાજપેયી ફરી એકવાર જાસૂસી અને ફેમિલી ડ્રામાના મિશ્રણ સાથે ૨૦૨૬ના અંત સુધીમાં અથવા ૨૦૨૭ની શરૂઆતમાં પરત ફરે તેવી શક્યતા છે. બીજી તરફ, ફૂલેરા ગામની રાજનીતિ અને 'સચિવ જી' ની મજેદાર કેમિસ્ટ્રી ધરાવતી 'પંચાયત સીઝન 5' પણ આ વર્ષે પ્રાઇમ વિડિયો પર ધૂમ મચાવશે.
ફિલ્મોની વાત કરીએ તો, રાજકુમાર રાવની આગામી ફિલ્મ 'ટોસ્ટર' ૧૫ એપ્રિલ, ૨૦૨૬ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની તૈયારીમાં છે. એટલું જ નહીં, 'ધક ધક ગર્લ' માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરીની જોડી 'મા બેહન' નામની ડાર્ક કોમેડી-થ્રિલર સાથે નેટફ્લિક્સ પર જોવા મળશે. આ ફિલ્મમાં માધુરીનો એક અલગ જ અંદાજ જોવા મળશે તેવી ચર્ચા અત્યારથી જ સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગઈ છે.
આ ઉપરાંત, ૧૯૬૦ના દાયકાના જુગારની દુનિયા પર આધારિત સીરીઝ 'મટકા કિંગ' ૧૭ એપ્રિલના રોજ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે, જે ગંભીર વિષયો પસંદ કરતા દર્શકો માટે મિજબાની સમાન રહેશે. હાલમાં જ ૩ એપ્રિલના રોજ રિલીઝ થયેલી 'મા કા સામ' સીરીઝને પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટૂંકમાં, આગામી મહિનાઓમાં OTT પ્લેટફોર્મ પર એક્શન, કોમેડી અને સસ્પેન્સનો જબરદસ્ત ડોઝ મળવાનો છે.

(11:55 PM IST)