આતા માઝી સટકલી... અજય દેવગણનો જન્મદિન
બોલીવુડના સિંઘમનો આજે પ૮ માં વર્ષમાં પ્રવેશઃ ૩પ વર્ષની ફિલ્મી કારકીર્દીમાં દ્રશ્યમ, તાનાજી, ગોલમાલ જેવી ઢગલાબંધ સહિત ફિલ્મો આપી

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા) વાપીઃ બોલિવૂડ ના‘‘ સિંઘમ'' અજય દેવગન નો આજે જન્મ દિવસ છે જન્મ ૨ જી એપ્રિલ ૧૯૬૯, ના રોજ નવી દિલ્હી ખાતે થયો હતો , પિતા નુ નામ વીરુ દેવગન કે જેઓ એક સ્ટંટ ડિરેક્ટર હતા, પુત્રનુ નામ રખાયું વિશાલ વીરુ દેવગન,અભીનય તો જાણે તેમના લોહી માં હતો.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરતી વખતે ઘણા કલાકારો પોતાનું નામ બદલતા હોય છે જેથી તે સરળ, યાદ રહેતું અને આકર્ષક લાગે ‘‘વિશાલ દેવગન'' નામ પહેલાથી જ કોઈ બીજા સાથે જોડાયેલું હતું, એટલે ગુંચવણ ટાળવા માટે નામ બદલ્યું ‘‘અજય'' નામ વધુ સ્ટ્રોંગ અને સ્ક્રીન-ફ્રેન્ડલી લાગતું હતું, બાળપણથી જ ફિલ્મો ના સેટ અને એક્શન દુનિયાનો પરિચય હતો, તેમણે ફિલ્મ મેકિંગ અને એક્શન વિશે ઘરે થી જ શીખવાનું શરૂ કર્યુંપહેલા તેઓ કેમેરા પાછળ પણ કામ કરતા હતા.
હવે જો આપણે તેમની બોલીવૂડમાં એન્ટ્રી વિશે જોઈએ તો વર્ષ ૧૯૯૧ માં ફિલ્મ ‘‘ફૂલ ઔર કાંટે '' થી હીરો તરીકે ડેબ્યુ કર્યું ફિલ્મના ઓપનિંગ સીન માં બે બાઈક પર પગ રાખી ને જે એન્ટ્રી મારી જેને પગલે ખૂબ પ્રસિદ્ધિ મળી. બસ ત્યાર પછી તેમણે પાછું વળીને જોયું નથી.
જીગર (૧૯૯૨) એક્શન હિટ, દિલવાલે (૧૯૯૪) લોકપ્રિય ફિલ્મ, દિલજલે (૧૯૯૬) ડ્રામા ફિલ્મ, ઝખ્મ નેશનલ એવોર્ડ જીત્યો, કંપની (૨૦૦૨) ગેંગસ્ટર ડ્રામા, ધ લિજેન્ડ ઓફ ભગત, નેશનલ એવોર્ડ, ગોલમાલ ભરપૂર કોમેડી સુપરહિત રહી ત્યારબાદ વર્ષ (૨૦૦૯) માં આવી ‘‘ ઓલ ધ બેસ્ટ'' કોમેડી હિટ, ત્યાર બાદ આવી ‘‘ સિંદ્યમ'' જે બોલિવૂડ માં બ્લોકબસ્ટર સાબિત થઈ,વર્ષ ‘‘(ર૦ર૧ર)માં આવી ‘‘ સન ઓફ સરદાર'' મસાલા ફિલ્મ, એક્સન, કોમેડી, રોમેન્ટિક બાદ આવી ફિલ્મ ‘‘દ્રશ્યમ''સસ્પેન્સ હિટ, ગોલમાલ અગેઇન એ પણ સુપરહિટ રહી, તો વર્ષ ૨૦૨૦ આવી ઐતિહાસિક ફિલ્મ ‘‘તાનાજી'' એ પણ બ્લોકબસ્ટર રહી ત્યાં વર્ષ ૨૦૨૨ માં જ આવી દ્રશ્યમ -૨ મોટી હિટ રહી,વર્ષ (૨૦૨૩) માં ‘‘ ભોલા'' એક્શન ફિલ્મ પણ દર્શકો એ વખાણી, અજય દેવગન ના પ્રસિદ્ધ ડાયલોગ જોઈએ તો‘‘આતા માઝી સટકલી!'' ઇન્સાન અપની ફેમિલી કે લિયે કુછ ભી કર શકતા હૈ. મેં અપની લાઇફ મેં હર કામ રિસ્ક સે કરતા હૂં.
અજય દેવગને ૨૪ ફેબ્રુઆરી ૧૯૯૯ ના રોજ કાજોલ સાથે લગ્ન કર્યા.
તેમને ન્યાસ નામે દિકરી અને યુગ નામે દિકરો એમ બે સંતાનો છે, બંને પોતાના વ્યક્તિગત જીવનને મીડિયા થી થોડું દૂર રાખે છે,૨૬ વર્ષ થી વધુ સમયથી તેમનું લગ્ન જીવન સફળ છે, તેઓ બોલીવૂડના સૌથી સ્ટેબલ અને મજબૂત કપલ તરીકે ઓળખાય છે,
ફિલ્મોમાં સફળ થયા પછી અજય દેવગને અનેક બ્રાન્ડસ માટે જાહેરાતો કરી જેમ કે વિમલ પાન મસાલા, એક્સન શૂઝ વગેરે... અજય દેવગન ના જીવન વિશે એક વાક્ય માં કહેવુ હોય તો કહી શકાય કે તેવો એક એવા અભિનેતા છે જે શાંતિ, મહેનત અને ટેલેન્ટ થી બોલીવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.અજય દેવગન ને લક્ઝરી કાર્સનો ખુબ જ શોખ છેતેમના પાસે ઘણી મોંઘી કાર્સ છે.
ફિલ્મ ફુલ ઔર કાંટે માટે અજય ને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે. બોલિવૂડ ના સિંદ્યમ આજે એટલે કે ૨ જી એપ્રિલ ૨૦૨૬ ના રોજ યશસ્વી કારકિર્દી ના ૫૭ વર્ષ પૂર્ણ કરી ૫૮ માં વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે હેપ્પી બર્થ ડે અજય દેવગન.....(
