નિખિલ અડવાણીની ૧૮૫૭ના વિપ્લવ પરની ધ રિવોલ્યુશનરીઝનું ટીઝર લોંચ
રોહિત સરાફ, પ્રતિભા રાંટા, ગુરફતેહ પીરઝાદા અને ભુવન બામ સ્વતંય સેનાનીઓ બનશે

મુંબઈ,તા.૨૫: એમેઝોન પ્રાઇમ વીડિયોએ તેની આવનારી ઐતિહાસિક ડ્રામા ધ રિવોલ્યુશનરીઝનું ટીઝર સત્તાવાર રીતે રજૂ કર્યું છે, જેના કારણે ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઓછા જાણીતા અધ્યાયને જોવા આતુર દર્શકોમાં ઉત્સુકતા છે.
નિખિલ અડવાણી દ્વારા દિગ્દર્શિત આ શો સંજીવ સાન્યાલનાં પુસ્તક ધ રિવોલ્યુશનરીઝ પર આધારિત છે અને ૧૮૫૭ના નિષ્ફળ બળવા પછીના સમયને ઊંડાણથી દર્શાવવાનો પ્રયત્ન કરે છે. વાર્તા એવા યુવાનો પર કેન્દ્રિત છે, જે ન્યાય અને સ્વતંત્રતાની ઊંડી લાગણીથી પ્રેરાઈને બ્રિટિશ શાસનને પડકારવાનું નક્કી કરે છે.
૧૮૫૭ના બળવા પછીના સમયમાં આકાર પામેલી આ કહાની ચાર યુવાન ક્રાંતિકારીઓની વાત કહે છે, જે બ્રિટિશ રાજ વિરુદ્ધ ખડાં થાય છે. મજબૂત વિશ્વાસ અને લ્લઢ નિヘય સાથે, તેઓ દેશને જાગૃત કરવાનો પ્રયાસ કરે છે અને એવાં મિશન પર નીકળે છે જે તેમની હિમત, વિચારધારા અને સંકલ્પશક્તિની કસોટી કરે છે. આ સીરિઝને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ સાથે એક્શન, ભાવના અને રાજકીય ડ્રામાના મિશ્રણ તરીકે રજૂ કરવામાં આવશે.
આ સિરીઝની કાસ્ટમાં ભુવન બામ, રોહિત સરાફ, પ્રતિભા રાંટા, ગુરફતેહ પીરઝાદા અને જેસન શાહ સામેલ છે.
મોનીષા અડવાણી અને મધુ ભોજવાણી દ્વારા એમ્મે એન્ટરટેઇનમેન્ટ હેઠળ નિર્મિત આ સીરિઝ કન્ટેન્ટ-ડ્રિવન સ્ટોરીટેલિગ સાથે પ્રોડક્શન હાઉસનાં જોડાણને આગળ વધારે છે. સ્ક્રીનપ્લે અક્ષિતા વઢવાણા, રૂત્વી મહેતા અને શોભિત નારંગ દ્વારા લખવામાં આવ્યો છે, જ્યારે સંવાદ સંયુક્તા ચાવલા શેખ અને અક્ષિતા વઢવાણા દ્વારા લખાયા છે.
ઇતિહાસ, ડ્રામા અને યુવાનોના બળવાની વાર્તા સાથે, ધ રિવોલ્યુશનરીઝ પ્રાઇમ વીડિયોનાં લાઇનઅપમાં એક મહત્વનો ઉમેરો કરશે. આ સીરિઝ પિરિયડ ડ્રામામાં રસ ધરાવતા દર્શકોને આકર્ષશે અને સાથે જ ભારતના સ્વતંત્રતા સંઘર્ષ પર નવો લ્લષ્ટિકોણ પણ રજૂ કરશે.
