<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 18th February 2026

વિપુલ અમૃતલાલ શાહની ફિલ્‍મની સિક્‍વલ ‘ધ કેરલા સ્‍ટોરી ૨' નું ટ્રેલર આઉટ

લવ જેહાદના એજન્‍ડાનો થશે પર્દાફાશ! કામાખ્‍યા નારાયણ સિંહના નિર્દેશનમાં બનેલી ફિલ્‍મ ૨૭ ફેબ્રુઆરીએ થશે રિલીઝ : આ ફિલ્‍મમાં માત્ર કેરળ જ નહીં, પરંતુ રાજસ્‍થાન અને મધ્‍ય પ્રદેશમાં સક્રિય લવ જેહાદ અને ધર્મ પરિવર્તનના કથિત નેટવર્કને ખુલ્‍લું પાડવામાં આવ્‍યું છે

મુંબઈ,તા.૧૮: વર્ષ ૨૦૨૨માં સમગ્ર દેશમાં સનસનાટી મચાવનાર ફિલ્‍મ 'ધ કેરલા સ્‍ટોરી' બાદ હવે ફિલ્‍મમેકર વિપુલ અમૃતલાલ શાહ તેની સિક્‍વલ 'ધ કેરલા સ્‍ટોરી ૨ - ગોઝ બિયોન્‍ડ' સાથે પરત ફર્યા છે. હાલમાં જ આ ફિલ્‍મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્‍યું છે, જે પ્રથમ ભાગ કરતા પણ વધુ ગંભીર અને ચોંકાવનારું હોવાનું જણાઈ રહ્યું છે.

ફિલ્‍મનું ટ્રેલર એક ગંભીર ચેતવણી સાથે શરૂ થાય છે, જેમાં આગામી સમયમાં ભારતના સામાજિક માળખામાં આવનારા સંભવિત પરિવર્તનો પર ચિતા વ્‍યક્‍ત કરવામાં આવી છે. વાર્તા ત્રણ અલગ-અલગ રાજ્‍યોમાં ફેલાયેલી છે. રાજસ્‍થાન એક પરિવાર તેમની સગીર દીકરીના કથિત રીતે જબરન ધર્મ પરિવર્તન અંગે પોલીસ ફરિયાદ નોંધાવે છે. મધ્‍ય પ્રદેશ લગ્નના બહાને છેતરપિડી અને ત્‍યારબાદ ધર્મ બદલવા માટે યુવતી પર કરવામાં આવતા માનસિક અને શારીરિક દબાણને ભાવનાત્‍મક રીતે દર્શાવવામાં આવ્‍યું છે. કેરળ એક આંતરધાર્મિક સંબંધ કેવી રીતે ઓળખ અને આસ્‍થાના ટકરાવમાં ફેરવાય છે તેની વાર્તા અહીં વણાયેલી છે.

આ ફિલ્‍મનું નિર્દેશન કામાખ્‍યા નારાયણ સિહ દ્વારા કરવામાં આવ્‍યું છે. ફિલ્‍મમાં ઉલ્‍કા ગુપ્તા (Ulka Gupta), અદિતિ ભાટિયા અને ઐશ્વર્યા ઓઝા મુખ્‍ય ભૂમિકામાં જોવા મળશે. વાર્તા ત્રણ યુવતીઓ અને તેમની જિદગીમાં આવતા ખૌફનાક વળાંકની આસપાસ ફરે છે, જ્‍યારે તેમને ત્રણ યુવકો સાથે પ્રેમ થાય છે અને ત્‍યારબાદ ધર્મ પરિવર્તનનું એક સુવિયોજિત એજન્‍ડા સામે આવે છે. આ ફિલ્‍મ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે

(10:11 AM IST)