<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 17th February 2026

બિગ બોસ મરાઠી-૬માં રાખી સાવંતનો જબરો ડ્રામાઃ નિર્માતાઓએ શોમાંથી હાંકી કાઢી!

મુંબઇ તા. ૧૭: ડ્રામા ક્‍વીન તરીકે જાણીતી રાખી સાવંતે બિગ બોસ મરાઠી-૬માં ઉપાડો લીધો હતો. તેની એન્‍ટ્રી સાથે જ વિવાદ શરૂ થયો હતો. તેના ગુસ્‍સાને કારણે ઘરનું વાતાવરણ અશાંત થઇ ગયું હતું. જેના કારણે નિર્માતાઓએ તેને શોમાંથી દુર કરવાનો નિર્ણય લીધો, આ પ્રોમો જોઇને દર્શકો ચોંકી ગયા છે.

રાખી સાવંતે રિયાલિટી શો બિગ બોસ મરાઠી સીઝન ૬માં ભવ્‍ય એન્‍ટ્રી કરી હતી. શોના ટીઆરપી વધારવા માટે અભિનેત્રીને લાવવામાં આવી હતી. આનાથી નિર્માતાઓ અને શો બંનેને ફાયદો થયો. બિગ બોસ મરાઠી ૬ ચર્ચાનો વિષય બન્‍યો હતો. જો કે રાખીએ રિયાલિટી શોમાં આવતાની સાથે જ રાખી સાવંતે હંગામો મચાવી દીધો. તેણે તેના નાટક સાથે બધી હદો પાર કરી દીધી, જેના કારણે નિર્માતાઓએ તેની સામે ગંભીર કાર્યવાહી કરી હતી. બિગબોસ મરાઠીનો એક નવો પ્રોમો સામે આવ્‍યો છે. જેમાં બિગ બોસ રાખી પર ગુસ્‍સે છે. અભિનેત્રીના આ ક્રોધથી આખા ઘરમાં ખળભળાટ મચી ગયો છે. ક્‍લિપમાં રાખી ઘરમાં ગંદકી કરતી, પલંગ પર કચરો ફેંકતી જોવા મળે છે. બિગ બોસ પણ આ પ્રકારનું નાટક જોયા વગર રહી શકયા નહીં. અને તેઓ રાખી સામે કાર્યવાહી કરવાની યોજના બનાવી. વીડિયોમાં, બિગ બોસ રાખીને ઠપકો આપે છે અને તેને કન્‍ફેશન રૂમમાં બોલાવે છે. અભિનેત્રી બિગ બોસની માફી માંગે છે, પરંતુ તે અડગ રહે છે. બે બાઉન્‍સર આવે છે અને રાખીને બહાર ખેંચી લેતા જોવા મળે છે. રાખી ચીસો પાડે છે-હું જવા માંગતી નથી...આ બધુ સ્‍ક્રીપ્‍ટેડ છે કે કેમ? તે હવે પછી જાહેર થશે. 

(4:06 PM IST)