શત્રુઘ્ન સિંહાએ કર્યો વ્યક્તિત્વ અધિકાર અંગે કોર્ટમાં દાવો

મુંબઇ : બોલિવૂડ સ્ટાર્સ તેમના વ્યક્તિત્વ અધિકારો અંગે સતત કોર્ટમાં જઈ રહ્યા છે. પીઢ અભિનેતા અને લોકસભા સાંસદ શત્રુઘ્ન સિંહા હવે આ દાવામાં બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
શત્રુઘ્ન સિંહાએ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો છે કે ઘણી વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટર્ફોમ તેમના નામ, ફોટો, અવાજ અને તેમની પ્રખ્યાત શૈલીનો ઉપયોગ પરવાનગી વિના કરી રહ્યા છે. તેમની સહી પંચલાઇન, ‘‘ખામોશ'' નો પણ પરવાનગી વિના વ્યાપારી હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ન્યાયાધીશ શર્મિલા દેશમુખની આગેવાની હેઠળની બેન્ચે આ મામલાની સુનાવણી કરી.
અભિનેતાએ કોર્ટ પાસેથી વચગાળાની રાહત માંગી છે, જેમાં તેમની ઓળખનો વ્યાપારી રીતે ઉપયોગ કરતા તમામ ડિજિટલ પ્લેટફોર્મ અને વેબસાઇટ્સ પર તાત્કાલિક પ્રતિબંધ મ્ૂકવાની માંગ કરવામાં આવી છે. કોર્ટે પીઢ અભિનેતાને રાહત આપી છે અને હાલ પૂરતો આ માંગણી પર પોતાનો આદેશ અનામત રાખ્યો છે.(
