<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 9th January 2026

ઓસ્કાર 2026 ની રેસમાં ભારતનો ત્રિવેણી સંગમ: 'કાંતારા: ચેપ્ટર 1' સાથે વધુ બે ભારતીય ફિલ્મો વર્લ્ડ સ્ટેજ પર ગજવશે ડંકો, 22 જાન્યુઆરીએ ખુલશે નસીબ

ભારતની સત્તાવાર એન્ટ્રી 'હોમબાઉન્ડ' ઉપરાંત ઋષભ શેટ્ટી, અનુપમ ખેર અને અશ્વિન કુમારની ફિલ્મોએ 'જનરલ એન્ટ્રી' દ્વારા મેળવ્યો પ્રવેશ; બેસ્ટ પિક્ચર સહિત અનેક કેટેગરીમાં દાવેદારી

નવી દિલ્હી:વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ એવોર્ડ 'ઓસ્કાર 2026' માટે ભારતીય સિનેમામાં અત્યારે ઉત્સાહનો માહોલ છે. આ વખતે માત્ર એક જ નહીં, પરંતુ ઘણી શક્તિશાળી ભારતીય ફિલ્મોએ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની મજબૂત દાવેદારી રજૂ કરી છે. ઋષભ શેટ્ટીની ગ્રાન્ડ ફિલ્મ 'કાંતારા: ચેપ્ટર 1' ની સાથે અન્ય બે ફિલ્મો પણ ઓસ્કારની મુખ્ય શ્રેણીઓમાં નોમિનેશન માટે લાઇનઅપ થઈ ગઈ છે. હવે સમગ્ર વિશ્વની નજર ૨૨ જાન્યુઆરી, ૨૦૨૬ પર ટકેલી છે, જ્યારે ઓસ્કારની અંતિમ નોમિનેશન યાદી જાહેર કરવામાં આવશે.
ઘણાને પ્રશ્ન થશે કે ભારતની સત્તાવાર એન્ટ્રી તો 'હોમબાઉન્ડ' છે, તો આ ફિલ્મો રેસમાં કેવી રીતે આવી? હકીકતમાં, કાંતારા: ચેપ્ટર 1, 'મહાવતાર નરસિમ્હા' અને 'તનવી: ધ ગ્રેટ' ના નિર્માતાઓએ 'જનરલ એન્ટ્રી' એટલે કે સ્વતંત્ર સબમિશનનો માર્ગ પસંદ કર્યો છે. આનો અર્થ એ છે કે આ ફિલ્મો હવે બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડાયરેક્ટર અને બેસ્ટ એક્ટર જેવી મુખ્ય કેટેગરીમાં વિશ્વની ટોચની ફિલ્મો સાથે સ્પર્ધા કરી શકશે.
કઈ છે આ ત્રણ ફિલ્મો અને શું છે તેમની ખાસિયત?
• કાંતારા: ચેપ્ટર 1: ઋષભ શેટ્ટીની આ ફિલ્મ તેના સાંસ્કૃતિક મૂળ અને અદભૂત સિનેમેટોગ્રાફી માટે જાણીતી છે. બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ હવે તે ઓસ્કાર જીતવા માટે તૈયાર છે.
• મહાવતાર નરસિમ્હા: અશ્વિન કુમાર દ્વારા નિર્દેશિત આ એક એનિમેટેડ મહાકાવ્ય છે. ભગવાન વિષ્ણુના અવતાર પર આધારિત આ ફિલ્મ પૌરાણિક કથા અને ટેકનોલોજીનું શ્રેષ્ઠ મિશ્રણ છે.
• તનવી: ધ ગ્રેટ: અભિનેતા અનુપમ ખેર ૨૩ વર્ષ બાદ દિગ્દર્શનમાં પરત ફર્યા છે. આ ફિલ્મ એક ઓટિસ્ટિક યુવતી 'તનવી રૈના' ની સંઘર્ષગાથા છે, જે સિયાચીન ગ્લેશિયર પર તિરંગાને સલામી આપવાનું તેના પિતાનું સપનું પૂરું કરવા માંગે છે.
સત્તાવાર એન્ટ્રી 'હોમબાઉન્ડ' પણ મજબૂત: બીજી તરફ, ભારતની સત્તાવાર ઓસ્કાર એન્ટ્રી 'હોમબાઉન્ડ' છે, જેનું નિર્દેશન નીરજ ઘાયવાને કર્યું છે. જેમાં ઇશાન ખટ્ટર, વિશાલ જેઠવા અને જાહ્નવી કપૂર જેવા કલાકારોએ મિત્રતા અને સન્માનની લડાઈને પડદા પર જીવંત કરી છે. હોમ્બલે ફિલ્મ્સ માટે આ એક મોટી સિદ્ધિ છે કે તેમની બે ફિલ્મો (કાંતારા અને નરસિમ્હા) એકસાથે ઓસ્કાર ક્વોલિફાયર લિસ્ટમાં સામેલ થઈ છે.

(9:11 PM IST)