<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 25th November 2025

ગુજરાતી ફિલ્‍મ અને મ્‍યુઝિકલ લવ સ્‍ટોરી ‘‘આવવા દે''ના ગીતો મચાવી રહ્યા છે ધૂમ

પરિક્ષિત-કુંપલની રોમાન્‍ટિક કેમિસ્‍ટ્રી અને નિહાર ઠકકરનું દિગ્‍દર્શન

રાજકોટ તા. રપઃ ગાંગાણી મોશન પિકચર્સના બેનર હેઠળ અને જિતેન્‍દ્ર જાની ફિલ્‍મ્‍સ પ્રેઝેન્‍ટેડ મ્‍યુઝિકલ યુથ લવ સ્‍ટોરી ‘આવવા દે' હાલમાં ગુજરાતી સિનેમા જગતમાં ચર્ચાનું કેન્‍દ્ર બની ગઇ છે. રાઇટર-ડિરેકટર નિહાર ઠકકર દ્વારા બનેલી આ અર્બન રોમેન્‍ટિક ફિલ્‍મમાં પરિક્ષિત તમાલિયા અને કુંપલ પટેલ મુખ્‍ય કલાકારો તરીકે વિશેષ વખાણ મેળવી રહ્યા છે.

સુરતમાં ટ્રેલર લોન્‍ચ થતાની સાથે જ તેના ગીતોએ સોસિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ફિલ્‍મનું ટ્રેલર રિલીઝ થયું છે, જેની પહેલી ઝલક જ દર્શકોને દિલ જીતી લેતા હૃદયસ્‍પર્ધી દૃશ્‍યો સાથે મંત્રમુગ્‍ધ કરે છે. ટ્રેલરમાં જોવા મળે છે જૈમિન પંચમતિયા (પરિક્ષિત)-રંગીન મિજાજનો, સ્‍વતંત્ર વિચારોવાળો અને મ્‍યુઝિક સાથે જીતે તેવો યુવાન સિંગર, બીજી તરફ જાનવી દેસાઇ (કુંપલ પટેલ)ના રૂપમાં જોવા મળે છે સાદગી અને આત્‍મવિશ્‍વાસથી ભરેલી, ગાંધીનગરથી એમબીએ કરેલી યુવતી, બંને વચ્‍ચે બનેલો લાગણીઓનો સૂર અને પ્રેમનો ધીમો સફર ટ્રેલરને ખાસ બનાવે છે

(2:35 PM IST)