<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 14th November 2025

પ્રિયંકા ચોપ્રાની નેટવર્થ ૬૫૦ કરોડ જ્‍યારે દીપિકાની ૫૦૦ કરોડ તો આલિયા ભટ્ટ ૩૫૦ કરોડ રૂપિયાની માલકિન

૬ વર્ષથી બોલીવૂડથી દૂર હોવા છતાં પણ તે અમીરીની મામલામાં બોલીવૂડની ટોચની એક્‍ટ્રેસને પીસી મ્‍હાત આપે છે

 

મુંબ્‍ઇ તા.૧૪: બોલીવૂડ એક્‍ટ્રેસ દેસી ગર્લ પ્રિયંકા ચોપ્રા હવે છ વર્ષ બાદ હવે બોલીવૂડમાં કમબેક કરવા જઈ રહી છે. મહેશબાબુ સ્‍ટારર ફિલ્‍મ ગ્‍લોબટ્રોટરમાંથી એક્‍ટ્રેસનો ફર્સ્‍ટ લૂક સામે આવ્‍યો છે. આ ફિલ્‍મમાં પીસી મંદાકિનીની રોલમાં જોવા મળશે. પોતાની એક્‍ટિંગથી પ્રિયંકા બોલીવૂડમાં તો ઠીક હોલીવૂડમાં પણ ડંકો વગાડવાની સાથે સાથે કરોડોનું એમ્‍પાયર ઊભું કરી દીધું છે. તમને જાણીને નવાઈ લાગશે પીસીએ અમીરીના મામલામાં દીપિકા પદુકોણ અને આલિયા ભટ્ટને પણ પાછળ મૂકી દીધી છે.

પીસીએ ૨૦૦૨માં રીલિઝ થયેલી તમિલ ફિલ્‍મ થમિજહનથી એક્‍ટિંગની શરૂઆત કરી હતી ત્‍યાર બાદ ૨૦૦૩માં આવેલી ફિલ્‍મ ધ હીરોઃ લવ સ્‍ટોરી ઓફ અ સ્‍પાયથી બોલીવૂડમાં ડેબ્‍યુ કર્યું હતું. ૨૨ વર્શષના પોતાના ફિલ્‍મી કરિયરમાં દેસી ગર્લે ઘણી શાનદાર અને હિટ ફિલ્‍મો આપી છે. પીસીએ તગડી ફેન ફોલોઈંગ કમાવવાની સાથે સાથે કરોડોની કમાણી પણ કરી છે.

વાત કરીએ પીસીની નેટવર્થ વિશે તો ૬ વર્ષથી બોલીવૂડથી દૂર હોવા છતાં પણ તે અમીરીની મામલામાં બોલીવૂડની ટોચની એક્‍ટ્રેસને મ્‍હાત આપે છે. પીસીની નેટવર્થ દીપિકા પદુકોણ અને આલિયા ભટ્ટથી પણ વધારે છે. અનેક મીડિયા રિપોર્ટ્‍સમાં કરવામાં આવેલા દાવા અનુસાર પીસીની નેટવર્થ ૬૫૦ કરોડ રૂપિયા છે, જ્‍યારે દીપિકા પદુકોણની નેટવર્થ ૫૦૦ કરોડ રૂપિયા છે તો આલિયા ભટ્ટ ૩૫૦ કરોડ રૂપિયાની માલકિન છે.

પ્રિયંકાએ ફિલ્‍મ ડોન ટુ, અગ્નિપથ, ક્રિષ થ્રી, બર્ફી, બાજીરાવ મસ્‍તાની જેવી હિટ ફિલ્‍મો આપી છે અને તેણે છેલ્‍લે ધ સ્‍કાય ઈઝ પિકમાં કામ કર્યું હતું. આ ફિલ્‍મ ૨૦૧૯માં રિલીઝ થઈ હતી. ત્‍યાર બાદથી એક્‍ટ્રેસ હોલીવૂડ સિરીઝ અને ફિલ્‍મો પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી રહી હતી. છેલ્‍લે તે ફિલ્‍મ હેડ ઓફ સ્‍ટેટમાં જોવા મળી હતી.

વર્ક ફ્રન્‍ટની વાત કરીએ પ્રિયંકા પાસે હાલમાં અનેક ફિલ્‍મો પાઈપલાઈનમાં છે અને હવે તે હોલીવૂડની ફિલ્‍મ ધ બ્‍લફ અને જજમેન્‍ટમાં જોવા મળશે. આ સિવ્‍યા તાની પાસે અપકમિગ ફિલ્‍મ ગ્‍લોબટ્રોટરમાં પણ જોવા મળશે. હોલીવૂડની સિરીઝ સિટાડેલ ૨માં પણ તે જોવા મળશે. રિપોર્ટની વાત પર વિશ્વાસ કરીએ તો પીસી ફિલ્‍મ ક્રિષ-૪માં પણ જોવા મળશે.(૩૮.૮)

 

 

 

(9:46 AM IST)